Health Tips: જો તમે 40 થી 50ની વયના છો અને વજન ઓછું (Weight loss) કરવાની કોશિશ કરી રહ્યાં છો પરંતુ સ્થૂળતા (Obesity) ઓછી થવાનું નામ નથી લઈ રહી! તમે ઓછું ખાઓ છો, લો કૅલરી ડાયેટ લો છો અને ઘણી કાર્ડિયો એક્સર્સાઇઝ કરો છો પરંતુ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત નથી થઈ રહ્યાં તો નિરાશ થવાની જરુર નથી. આમાં તમારુ વર્ક આઉટ અને ડાયેટની સાથોસાથ શરીરમાં થનારા હોર્મોનલ ફેરફારો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઇન્સ્ટાગ્રામ પર એક ફિટનેસ કોચે શૅર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, 40 અને 50ના દશકમાં મહિલાઓ (Women of 40s and 50s)ને વજન ઓછું કરવામાં મુશ્કેલી શાથી આવે છે? એમના કહેવા મુજબ જો તમે વજન ઘટાડવાના ચક્કરમાં ઘણું જ ઓછું ખાઈ રહ્યાં છો અને ઘણી વસ્તુઓથી પોતાને વંચિત રાખી રહ્યાં છો…ઘણી જ વધારે કાર્ડિયો એક્સર્સાઇઝ કરી રહયાં છો તો એ બધુ તરત જ બંધ કરી દેવું જોઇએ.

40-50ની વયમાં વજન ઓછું શાથી નથી થતું?
કોચના જણાવ્યાનુસાર, આ ઉંમરમાં વજન ઘટાડવા માટે ડાયેટ અને વર્કઆઉટની સાથોસાથ શરીરમાં થનારા હોર્મોનલ પરિવર્તનોને પણ ધ્યાનમાં રાખવા જરુરી છે. વજન ઓછું કરવામાં તમને કઠિનાઈ આવી રહી હોય એનો અર્થ એ નથી કે તમે મહેનત નથી કરતા! પરંતુ આનું કારણ તમારી બેઝલ મેટાબોલિક રેટ ( BMR) ઓછું થઈ ગયું છે. આમ કેમ થયું? એનો જવાબ એ છે કે તમે પેરિમેનોપૉઝ (Perimenopause)ના તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છો. આ પેરિમેનોપૉઝ દરમિયાન તમારા શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર વધ-ઘટ થયા કરે છે. આના કારણે શરીરમાં માંસપેશીઓનું દ્રવ્યમાન ઓછું થઈ જાય છે અને આ દ્રવ્યમાન ઓછું થવાને કારણે BMR ઓછો થઈ જાય છે.
40 પછી વજન શી રીતે ઘટાડવું? (Weight Loss after 40s)
આનુ સમાધાન કેલરી ઘટાડવી, જાતે ભૂખ્યા રહેવું કે વધુપડતી કાર્ડિયો એક્સર્સાઇઝ (Cardio exercise)કરવી એ નથી. એના બદલે તમારે મસલ્સ બનાવવા પર ધ્યાન આપવું જોઇએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે વધુ માંસપેશીઓ બનાવી શકો છો અથવા જે અગાઉથી છે એને દ્રઢ બનાવી શકો છો.

1. સ્ટ્રેન્થ ટ્રેનિંગ
મસલ્સ બનાવી રાખવા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ અત્યંત જરુરી છે. મસલ્સને ચેલેન્જ કરવાથી એમાં તાકાત જાળવી રાખવા અને વધારવા માટેનો સપોર્ટ પ્રાપ્ત થાય છે. ફિટનેસ કૉચના જણાવ્યાનુસાર, દર અઠવાડિયે 2 થી 4 દિવસ નિયમિતરુપે અને પૂર્ણ લગનથી સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી.
2. પૂરતુ પ્રોટીન લેવું
પ્રોટીન માંસપેશીઓ અને હાડકાંની મજબૂતી માટે આવશ્યક છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગની સાથે-સાથે પર્યાપ્ત પ્રોટીન (Protein)નું સેવન તમારા મસલ્સને જાળવી રાખવામાં અને મજબૂત કરવામાં મદદ કરે છે. દરરોજ પોતાના શરીરના વજનના પ્રતિ કિલોગ્રામ 1.5 ગ્રામ પ્રોટીન લેવું.
3. પૂરતી ઊંઘ લેવી
શરીરને સ્વસ્થ રાખવા માટે ઊંઘ લેવી અત્યંત આવશ્યક છે. આરામ કરવાથી મસલ્સ રીપેર થાય છે અને વધે છે. આ માટે તમે ભલે ને કેટલીયે કસરતો કરો પણ જો શરીરને આરામ નહિં આપો તો તમારી મહેનત રંગ નહિં લાવે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:વજન ઘટાડવા અને ડાયાબિટીસના દર્દીઓ માટે કયું શ્રેષ્ઠ છે,રોટલી કે ભાત?
આ પણ વાંચો:શું દહીં ખાવાથી પણ વજન ઘટે છે? જાણો કેવી રીતે દહીં સ્થૂળતાને અસર કરે છે
આ પણ વાંચો:સર્જરી અને દવા વિના કેવી રીતે ઘટાડ્યું વજન, ત્વચાનો રંગ પણ બદલાઈ ગયો
