પોતાનું ઘર/ ઘર છોડ્યા પછી પરત ફરી મહિલાઓ

કોરોના સુનામીમાં એવા કેટલાય કિસ્સા ગુમ થઇ ગયા છે

Gujarat
21 ઘર છોડ્યા પછી પરત ફરી મહિલાઓ

હાલની પરિસ્થિતી સાથે કોઇ જ લેવા-દેવાના હોય તેવી વાત અહીં લખવામાં આવી છે. પરંતુ હા, કોરોના સમયમાં આ વાત વિચારતી જરૃર કરી મુકે તેવી છે. કારણ કે ઘર છોડ્યા પછી મહિલાઓ પરત ફરી રહી છે. તો બીજી બાજુ કોરોનાકાળમાં તેમને સમજનાર પણ કોઇ નથી.

ધરતીનો છેડો ઘર, આ વાત આપણે સૌ કોઇ જાણતા હોઇએ છીએ. પરંતુ આજે અહીં વાત કરવાની છે એવી મહિલાઓની જેમને કોઇ કારણસર ઘર તો છોડ્યુ પરંતુ અંતે ઘરે પરત ફરી હોય. એક સર્વે પ્રમાણે મહિલા ગુમ થવાના બનાવો વધ્યા છે. તો વળી પોલીસતંત્રની મદદથી મહિલાઓ પરત આવી હોય તેવા કિસ્સા પણ સંખ્ય છે.

રાજ્યમાન ૩૩ જીલ્લા પૈકી સૌથી વધુ અમદાવાદ જીલ્લામાં ગુમ થયેલી મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં ૨૦૯૮ મહિલાઓ ગુમ થઇ છે. બીજા નંબર પર ડાયમંડ સીટી સુરત છે ત્યાં ૨૬૨૬ મહિલા લાપતા હતી. જ્યારે રાજકોટ જીલ્લામાં ૧૧૭૭, મહેસાણા જીલ્લામાં ૮૭૩, વડોદરા જીલ્લામાં ૮૫૮, અને ગાંધીનગર જીલ્લામાં ૬૩૦ મહિલો ગુમ થઇ છે.

આદિવાસી જીલ્લામાં આ સંખ્યા ઘણી અલ્પ છે. ડાંગ જીલ્લામાં ૧૦, નમર્દામાં ૧૬, તાપીમાં ૩૦, છોટાઉદેપુરમાં ૪૨ અને દાહોદમાં ૫૪ મહિલાઓ નોધાઇ છે. આ તો વાત થઇ ગુમ થયેલી મહિલાઓની પરંતુ આ મહિલાઓમાંથી ૧૦૭૨૦ મહિલાઓ પરત ફરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે મહિલો ગુમ થઇ હતી. તેમાંથી મોટાભાગની મહિલાઓ ૧૮થી ૨૫ વર્ષની વય મર્યાદાની છે. ઘર છોડી જવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોય છે. આ ઉપરાંત ઘર કંકાશ, આર્થિક સંકળામણ અને માનસિક ત્રાસ પણ જવાબદાર કારણોમાંનું એક છે.  પોલીસ વિભાગે પોતાના તરફથી બેસ્ટ પ્રયત્ન કરી મહિલાઓને પરત લાવવામાં ૮૭ ટકા જેટલી મહત્વની કામગીરી નોધાવી છે.

દેખાવે સુંદર એક ૫૦થી ૫૫ વર્ષની મહિલા એક દિવસે ફરતા ફરતા કલોલ શહેરની એક સોસાયટીમાં પહોંચે છે. ત્યાં રહેતા ભાનુબહેન બારોટના ઘરનો દરવાજા ખટખટાવે છે. ભાનુબહેન દરવાજા ખોલતા જ મહિલાનું નામ અને કયાંથી આવ્યા છોનું કારણ પુછે છે. લોકો ભેગા થઇ જાય છે. મહિલાને બેસાડે છે, ખાવાનું આપે છે, ત્યારે કોઇને ખબર પડે છે કે આ મહિલા તમીલભાષા બોલે છે અને તે પણ નાના બાળક જેવુ કારણ કે મહિલાની ઉંમર તો થઇ ગઇ હતી. પરંતુ તેની માનસીક સ્થીતી નાના બાળક જેવી જ હતી. ભાનુબેને તેમને પોતાની પાસે જ રાખ્યાને તે બધાના તાઇ બની ગયા છે. આ એક સત્યઘટના છે તાઇ વર્ષો સુધી ભાનુબહેનની સાથે રહ્યા અને છેલ્લા શ્વાસ છોડ્યા. લગભગ ૨૦ વર્ષ જેટલો સમય થઇ ગયો હશે પરંતુ તાઇએ ક્યારેય પોતાની સાચી ઓળખ નહોતી આપી અને ક્યારેય તેમને શોધતુ કોઇ આવ્યુ નહોતુ. આ એવી કડવી હકીકત છે જે દર્શાવે છે કે મહિલાઓને ભલે સહનશક્તિની મૂર્તિ કહેવાતી હોય પરંતુ આખરે તે પણ એક મનુષ્ય જ છે.

ઉપર દર્શાવેલો કિસ્સો સત્ય હકીકત છે. પરંતુ આ કોરોના સુનામીમાં એવા કેટલાય કિસ્સા ગુમ થઇ ગયા છે. જે પરત ફરેલી મહિલાઓ સાથે રોજિંદા બનતા હોય છે.