Not Set/ સુરતમાં મહિલા તસ્કરોનો વઘતો આતંક, દુકાનનું શટર તોડી અંદર ધૂસી કરી ચોરી

સુરત, સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મહિલા તસ્કર ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગે ગઈકાલે સુરતના લાલગેટ વિસ્તારની કપડાની દુકાનને નિશાન બનાવી હતી. મહિલા ચોર ગેંગે દુકાનનું શટર તોડી અંદર ધૂસી રોકડા 1.44 લાખ ચોરી કરી ફરાર થઈ જાય છે. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. મહિલા તસ્કરોની […]

Gujarat Surat Trending

સુરત,

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મહિલા તસ્કર ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગે ગઈકાલે સુરતના લાલગેટ વિસ્તારની કપડાની દુકાનને નિશાન બનાવી હતી.

મહિલા ચોર ગેંગે દુકાનનું શટર તોડી અંદર ધૂસી રોકડા 1.44 લાખ ચોરી કરી ફરાર થઈ જાય છે. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે.

મહિલા તસ્કરોની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો મહિલા તસ્કર ગેંગ દુકાનની બહાર ટોળુ કરી બાળકને દૂધ પીવડાવવાના બહાને દુપટ્ટાથી આડ બનાવી દુકાનનું શટર તોડી અંદર ઘૂસી ચોરી કરી ફરાર થઈ જાય છે.

મહત્વનું છે કે સુરતમાં છેલ્લા કેટલાય સમયથી આ ગેંગે તરખાટ મચાવ્યો છે. થોડા દિવસ અગાઉ આ ગેંગે કતારગામ દરવાજા પાસે આવેલી કપડાની દુકાનમાં ચોરી કરી હતી. જેને લઈને પોલીસ તંત્ર દોડતુ થયું છે અને આ મહિલા તસ્કર ગેંગને ઝડપી પાડ્વા ચક્રો ગતિમાન કર્યા છે.

અગાઉ પણ આજ પ્રકારે કતારગામ દરવાજા પાસે આવેલી ફેશન પોઈન્ટ નામની કપડાની દુકાનમાં પણ 6 જેટલી મહિલાઓએ 70 હજાર રૂપિયાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી.

મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ત્યારે ચોરીની આ ઘટનામાં પણ આ જ મહિલા ગેંગની સંડોવણી હોવાની પોલીસને શંકા છે..જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.