Loksabha Election 2024/ રાજનીતિમાં મહિલાઓનું પ્રભુત્વ ઘટ્યું, ગુજરાતમાં 4 મહિલાઓ વિજેતા

ગુજરાતમાંથી આ વખતે માત્ર 4 મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ છે……..

Top Stories Gujarat
Image 2024 06 05T134847.467 રાજનીતિમાં મહિલાઓનું પ્રભુત્વ ઘટ્યું, ગુજરાતમાં 4 મહિલાઓ વિજેતા

Gujarat News: ગુજરાતમાંથી આ વખતે માત્ર 4 મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ છે. બનાસકાંઠા બેઠક પર 62 વર્ષ બાદ પ્રથમવાર મહિલા સાંસદ ચૂંટાયા છે. મહિલાઓનું રાજનીતિમાં પ્રભુત્વ ઘટતું જોવા મળ્યું છે.

ગુજરાત લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર, જામનગરથી પૂનમ માડમ, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા સાંસદ તરીકે ચૂંટાયા છે. જેમાંથી પૂનમ માડમ 2014, 2019 અને 2024 એમ સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે કુલ 266 ઉમેદવારોમાંથી માત્ર 19 મહિલાઓને જ તક આપવામાં આવી હતી. ગેનીબેન ઠાકોરે ડો. રેખાબેન ચૌધરીને 30 હજાર મતોથી હરાવ્યા હતા.

2019ની લોકસભા ચૂંટણી વખતે 6 મહિલા સાંસદ, 2014ની લોકસભા ચૂંટણી વખતે 4 મહિલા સાંસદ, 2009ની લોકસભા ચૂંટણી વખતે 4 મહિલા સાંસદ, 2004ની લોકસભા ચૂંટણી વખતે 1 મહિલા સાંસદ ચૂંટાયા હતા. 1962માં બનાસકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા સાંસદ બન્યા હતા. 1962માં જયાબેન શાહ સાંસદ બન્યા હતા. ગુજરાતમાંથી અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ, નવસારી બેઠક એવી છે જ્યાંથી ક્યારેય મહિલા ઉમેદવારો ચૂંટાયા નથી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IMDએ કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘો આવશે

આ પણ વાંચો: અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

આ પણ વાંચો: NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું