નવી મુંબઈમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઇનલ પહેલા વરસાદ ચાલુ હોવાથી ટોસમાં વિલંબ થયો. અને એવી અટકળો ચાલી રહી છે કે મેચ રદ થઇ શકે છે. છેલ્લા બે દિવસથી હવામાન સ્વચ્છ હતું, પરંતુ મેચના દિવસે આકાશ વાદળછાયું રહ્યુ. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે હવામાન સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડવાની શક્યતા છે.
વર્લ્ડ કપ ફાઇનલ પહેલા નવી મુંબઈમાં થયેલા કમોસમી વરસાદે મેચની શરૂઆત અંગેનો સસ્પેન્સ વધારી દીધો છે. રવિવાર સવારથી જ વરસાદને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલ માટે ટોસમાં વિલંબ થયો હતો, અને એવી અટકળો ચાલી રહી છે કે મેચ ધોવાઈ શકે છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પછી મહિલા ક્રિકેટને એક નવો વિશ્વ ચેમ્પિયન મળશે. દક્ષિણ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. પોતાના પહેલા ખિતાબની રાહ જોઈ રહેલી ટીમ ઇન્ડિયા ત્રીજી વાર ફાઇનલમાં રમશે.
બંને ટીમો માટે સ્ક્કાડ
ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, હરલીન દેઓલ, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી વેરાની, શફા રાણા, શફા રાણા (વિકેટકીપર).
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ
લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાઝમીન બ્રિટ્સ, એન્નેકે બોશ, સુને લુસ, મેરિઝાન કેપ્પ, સિનાલો જાફતા (વિકેટકીપર), અન્નેરી ડેર્કસેન, ક્લો ટ્રાયઓન, નાદીન ડી ક્લાર્ક, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા, મસ્લાબા, તુક્કુમ, નોનકુલુલેકો મ્લાબા, મસ્લાબાહુ શાંગાસે, કારાબો મેસો.
આ પણ વાંચો: ક્રિકેટર શ્રેયસ ઐયરને ICUમાં દાખલ, સિડની વનડેમાં કેચ લેતી વખતે થઇ હતી ઈજા
આ પણ વાંચો: FIH જુનિયર વર્લ્ડ કપ: પાકિસ્તાન ટીમ ભારતનો પ્રવાસ નહીં કરે, વર્લ્ડ કપમાંથી ખસી ગઈ
