Not Set/ વર્લ્ડ/ એમેઝોન સીઈઓ જેફ બેજોસ એકવાર ફરી બન્યા દુનિયાનાં સૌથી અમીર શખ્સ

એમેઝોનનાં સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ ફરી એકવાર વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ પહેલા બિલ ગેટ્સે તેની પાસેથી સ્થાન છીનવી લીધું હતું, પરંતુ બેઝોસે ફરી પ્રથમ સ્થાન મેળવી લીધુ છે. એમેઝોનનાં ત્રીજા ક્વાર્ટરનાં પરિણામો પછી સાત અબજ ડોલરનાં સ્ટોક ભાવ ઘટ્યા બાદ બેઝોસ માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સથી પ્રથમ સ્થાન ગુમાવી ચુક્યા હતા. ગુરુવારે […]

Top Stories World
Jeff Bezos વર્લ્ડ/ એમેઝોન સીઈઓ જેફ બેજોસ એકવાર ફરી બન્યા દુનિયાનાં સૌથી અમીર શખ્સ

એમેઝોનનાં સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ ફરી એકવાર વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ પહેલા બિલ ગેટ્સે તેની પાસેથી સ્થાન છીનવી લીધું હતું, પરંતુ બેઝોસે ફરી પ્રથમ સ્થાન મેળવી લીધુ છે. એમેઝોનનાં ત્રીજા ક્વાર્ટરનાં પરિણામો પછી સાત અબજ ડોલરનાં સ્ટોક ભાવ ઘટ્યા બાદ બેઝોસ માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સથી પ્રથમ સ્થાન ગુમાવી ચુક્યા હતા.

ગુરુવારે કારોબારનાં કલાકો પછી એમેઝોનનાં શેરમાં સાત ટકાનો ઘટાડો થયો, જેના કારણે બેઝોસની કુલ સંપત્તિ ઘટીને 103.9 અરબ ડોલર થઈ. જોકે, શુક્રવારે એમેઝોનનાં શેરમાં ઘટાડો થયો હતો, પરંતુ પછીનાં કલાકોમાં ઘટાડો એટલો નહોતો. ફોર્બ્સનાં જણાવ્યા અનુસાર, એમેઝોનનાં શેર એક ટકાનાં ઘટાડા સાથે 1,760.78 ડોલર પર બંધ થયો. પરંતુ બાદમાં બેઝોસની કુલ સંપત્તિ 109.9 અરબ ડોલર થઇ ગઇ અને તે ફરીથી પ્રથમ સ્થાને આવી ગયા.

બેઝોસથી માત્ર 4.1 અરબ ડોલર પાછળ ગેટ્સ વિશ્વનાં સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 105.8 અરબ ડોલર છે. અગાઉ, એમેઝોનનાં ચીફ બેઝોસે ગયા વર્ષે 18 જુલાઈ, 2018 નાં રોજ અમીરીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. તે સમયે જેફ બેઝોસની સંપત્તિ 150 અરબ ડોલરને પાર કરી ગઈ હતી. તે 150 અરબ ડોલરની સંપત્તિ સાથે આધુનિક ઇતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.