Not Set/ World Cup : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બન્યો વિલન, મેચ રોકાઇ

ભારત અને પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 46.4 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 305 રન બનાવી દીધા છે. અહી પાકિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય તેની વિરુદ્ધમાં રહ્યો હતો. અહી ભારતીય ઓપનીંગ બેટ્સમેન રાહુલ અને રોહિતે ટીમને એક મજબૂત શરૂઆત આપી હતી. પાકિસ્તાનનાં બોલરો વિરુદ્ધ શરૂઆતમાં શાંતિથી રમ્યા બાદ […]

Top Stories Sports
WhatsApp Image 2019 06 16 at 6.21.00 PM World Cup : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બન્યો વિલન, મેચ રોકાઇ

ભારત અને પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 46.4 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 305 રન બનાવી દીધા છે. અહી પાકિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય તેની વિરુદ્ધમાં રહ્યો હતો. અહી ભારતીય ઓપનીંગ બેટ્સમેન રાહુલ અને રોહિતે ટીમને એક મજબૂત શરૂઆત આપી હતી. પાકિસ્તાનનાં બોલરો વિરુદ્ધ શરૂઆતમાં શાંતિથી રમ્યા બાદ ભારતીય ઓપનરોએ ધમાકેદાર બેટિંગ કરી પહેલી વિકેટે 136 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમા રોહિત શર્માએ 140 રન તો કે એલ રાહુલે 57 રન બનાવ્યા હતા.

WhatsApp Image 2019 06 16 at 6.21.00 PM 1 World Cup : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બન્યો વિલન, મેચ રોકાઇ

બ્રેકિંગ ન્યૂઝ : વરસાદનાં કારણે મેચ રોકાઇ. આ પહેલા ભારતીય ટીમ 46.4 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 305 રન બનાવી શકી હતી. વિરાટ કોહલી 71 રન અને વિજય શંકર 3 રન બનાવીને નોટ આઉટ રહ્યા છે.

rain india vs pak World Cup : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બન્યો વિલન, મેચ રોકાઇ

 ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

rain pak vs ind World Cup : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બન્યો વિલન, મેચ રોકાઇ

રાહુલ-રોહિતની જોડી બાદ આવેલી કોહલી અને પાંડ્યાની જોડીએ તાબડતોડ બેટિંગ કરતા ટીમને મજબૂત સ્થિતિ સુધી પહોચાડી દીધી છે. જો કે અહી હાર્દિક પાંડ્યા 19 બોલમાં 26 રન બનાવી આઉટ થઇ ગયો હતો. બીજી તરફ વિરાટે આ મેચમાં તાબડતોડ બેટિંગ કરતા 11 હજાર રન બનાવી દીધા છે. હાર્દિકનાં આઉટ થયા બાદ મેદાનમાં આવેલ મહેન્દ્ર સિંહ ધોની કઇ ખાસ ન કરી શક્યો અને મોહમ્મદ આમિરની બોલિંગમાં વિકેટની પાછળ કેચ આઉટ થઇ ગયો હતો.

WhatsApp Image 2019 06 16 at 6.21.00 PM 2 World Cup : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બન્યો વિલન, મેચ રોકાઇ

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈંન્ડિયાનાં ઓપનર્સ શરૂઆતી ઓવરમાં બે વખત રન આઉટ થતા રહી ગયા હતા. પરંતુ જેવી આંખો સેટ થઇ ગઇ ત્યારે રોહિત અને રાહુલે ધમાકેદાર બેટિંગ કરી હતી. રોહિતે જ્યા 35 બોલમાં પોતાની હાફ સેન્ચ્યુરી બનાવી તો બીજી તરફ રાહુલે છક્કો મારી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

 ભારત

વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ , કેદાર જાદવ, વિજય શંકર , મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પાંડ્યા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ  અને ભુવનેશ્વર કુમાર.

પાકિસ્તાન

ફકર જમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, મોહમ્મદ હાફીઝ, સર્ફરાઝ અહેમદ (સુકાની), શોએબ મલિક, ઇમાદ વસિમ, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિર.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.