Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગની ઐતિહાસિક મુલાકાતને સફળ બનાવવામાં આ ૨ ભારતીયનો રહ્યો છે મહત્વનો ફાળો

સિંગાપુર, દુનિયાભરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની જે ઐતિહાસિક મુલાકાતને લઇ ચર્ચાઓ જોવા મળી રહી હતી, તે બેઠક મંગળવારે સિંગાપુરમાં યોજાઈ હતી. આ મુલાકાતમાં બંને રાષ્ટ્રપ્રમુખો ગર્મજોશીથી મળ્યા હતા અને કેટલાક મહત્વના કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જો કે આ ઐતિહાસિક મુલાકાત સાથે ભારતનો પણ ખાસ એક મહત્વનો સંબંધ જોવા […]

World

સિંગાપુર,

દુનિયાભરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની જે ઐતિહાસિક મુલાકાતને લઇ ચર્ચાઓ જોવા મળી રહી હતી, તે બેઠક મંગળવારે સિંગાપુરમાં યોજાઈ હતી. આ મુલાકાતમાં બંને રાષ્ટ્રપ્રમુખો ગર્મજોશીથી મળ્યા હતા અને કેટલાક મહત્વના કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

જો કે આ ઐતિહાસિક મુલાકાત સાથે ભારતનો પણ ખાસ એક મહત્વનો સંબંધ જોવા મળી રહ્યો છે. આ મુલાકાતને સફળ બનાવવામાં બે ભારતીયનો સિંહ ફાળો છે, જેમાં એક છે સિંગાપુરમાં ભારતીય મૂળના વિદેશ મંત્રી વિવિઆન બાલાકૃષ્ણન અને આ બેઠકની સુરક્ષાની મહત્વની જવાબદારી નિભાવી રાહેલા કે શનમૂગમ.

વિવિઆન બાલાકૃષ્ણન સિંગાપુરના મહત્વના મંત્રીઓમાંના એક છે. બંને રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત માટેની જોડતી કડી પણ બાલાકૃષ્ણન જ છે.

આ પહેલા જયારે કિમ જોંગ રવિવારે સિંગાપુર પહોચ્યા હતા ત્યારબાદ વિવિયાન બાલકૃષ્ણને ચાંગી એરપોર્ટ પર તેઓનું સ્વાગત કર્યું હતું, તેમજ ઉત્તર કોરિયાના તાનાશાહ સાથે હાથ મિલાવતા એક તસ્વીર ટ્વીટર પર પણ શેર કરી હતી.

આ ઉપરાંત તેઓ સોમવારની રાત્રે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગને સિંગાપુરની જાણીતી ગલીઓમાં ફરવા માટે લઇ ગયા હતા.

જયારે અન્ય એક ભારતીય કે શનમૂગમ, કે જેઓ સુરક્ષાની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.

ભારતીય મૂળના કે શનમૂગમ સિંગાપુર સરકારમાં લો અને હોમ અફેર્સ મંત્રી છે. મંગળવારે યોજાયેલી આ ઐતિહાસિક બેઠકની તમામ સુરક્ષાની જવાબદારી તેઓની હતી.

આ મુલાકાતની સુરક્ષા અંગે જણાવતા તેઓએ કહ્યું, “સિક્યોરિટીની આ તમામ તૈયારીઓ માટે બે સપ્તાહનો સમય લાગ્યો છે તેમજ આ બેઠકની તમામ સુરક્ષાની જવાબદારી અને સારી રીતે નિભાવી રહ્યા છે.

આ મુલાકાત જ્યાં યોજાવવાની તે કેપેલા ફાઈવ સ્ટાર હોટલની આસપાસ ૫૦૦૦ જેટલા જવાનો તેમજ પોલીસ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ૨૪ કલાક માટે તૈનાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, બંને દેશો વચ્ચે થયેલા મહત્વના કરારો બાદ આપવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં તેઓએ જણાવ્યું, “દુનિયાને ટુંક જ સમયમાં ફેરફાર જોવા મળશે”. સાથે સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઉનને વ્હાઈટ હાઉસ આવવા માટે આમંત્રણ આપ્યું છે.

સિંગાપુરની ફાઈવ સ્ટાર હોટલ કેપેલા હોટેલમાં બંને નેતાઓ વચ્ચે બે દોરમાં ઐતિહાસિક મુલાકાત થઇ હતી. અ દરમિયાન એક મહત્વના દસ્તાવેજ પર હસ્તાક્ષર થયા છે જેમાં પરમાણુ હથિયારોના ખાત્મા માટેનો મહત્વનો કરાર પણ શામેલ છે. ત્યારબાદ બંને નેતાઓ એકસાથે લંચ પણ કરી ચુક્યા છે.