Not Set/ ઇન્ડોનેશિયામાં ધ્રુજારો : શક્તિશાળી ભૂકંપના કારણે મોટાપાયે નુકસાન

માતારામ, ઈન્ડોનેશિયામાં લોમબોક ટાપુ પર ભૂકંપના કેટલાક શક્તિશાળી આચંકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ભૂકંપ આંચકા એટલા ભયાનક હતા કે આમાં 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. થોડા સપ્તાહ પહેલા જ ભૂકંપના કારણે ઈન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર બન્યા […]

World Trending
lombokwasalr ઇન્ડોનેશિયામાં ધ્રુજારો : શક્તિશાળી ભૂકંપના કારણે મોટાપાયે નુકસાન

માતારામ,

ઈન્ડોનેશિયામાં લોમબોક ટાપુ પર ભૂકંપના કેટલાક શક્તિશાળી આચંકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ભૂકંપ આંચકા એટલા ભયાનક હતા કે આમાં 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. થોડા સપ્તાહ પહેલા જ ભૂકંપના કારણે ઈન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા. ત્યારે ફરી એકવાર ઈન્ડોનેશિયામાં ભૂકંપ આચંકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 6.3ની તીવ્રતાવાળા આ ભૂકંપના કારણે 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક ઘરો અને બિલ્ડિંગોને મોટાપાયે નુકશાન થવા પામ્યુ છે. ભૂકંપના કારણે ભૂસ્ખલનની પણ ઘટના સામે આવી હતી.

2018 08 20T041002Z 1 LYNXNPEE7J09I RTROPTP 4 INDONESIA QUAKE e1534747097447 ઇન્ડોનેશિયામાં ધ્રુજારો : શક્તિશાળી ભૂકંપના કારણે મોટાપાયે નુકસાન

ભૂકંપ આવતા અફડાતફડી મચી જવા પામી હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઓફિસો-ઘરમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો 6.3ની તીવ્રતાનો અનુભવાયો હતો. ત્યારબાદ ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ત્યારબાદ ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. લોકો ડરના માર્યા સુરક્ષિત સ્થળે દોડાદોડ કરતા જાવા મળ્યા હતા. અમેરીકન જિયોલોજિકલ સર્વે ના જણાવ્યા  મુજબ ભૂકંપ ના પ્રથમ આંચકા બાદ ભૂકંપ નો બીજા આંચકો 12 કલાક બાદ અનુભવાયો હતો. જેની તીવ્રતા 6.9 ની નોંધાઈ છે. ત્યારબાદ લગભગ પાંચ જેટલા જારદાર આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયામાં જુલાઈમાં આવેલ ભૂકંપ આંચકા ના કારણે 400થી વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 200થી વધુ ઘરો નષ્ટ થયા છે.