Not Set/ લેજન્ડરી બ્રુસ લીની યાદ દુનિયાને અપાવી દીધી આ ટેણીયાએ, Watch Video

બ્રુસ લી આ નામ જ કાફી છે કોઈને પણ એ યાદ દેવડાવવા માટે કે કઈ રીતે આ મલ્ટી ટેલેન્ટેડ માણસે દુનિયામાં પોતાની ઓળખ બનાવી.જોકે આ મહાન કલાકારના મૃત્યુ બાદ પણ જે રીતે તેના ચાહકોએ તેનો વારસો સાચવ્યો છે તે જોઈશું આ રિપોર્ટમાં. અત્યારે સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને […]

World Videos
yge 8 લેજન્ડરી બ્રુસ લીની યાદ દુનિયાને અપાવી દીધી આ ટેણીયાએ, Watch Video

બ્રુસ લી આ નામ જ કાફી છે કોઈને પણ એ યાદ દેવડાવવા માટે કે કઈ રીતે આ મલ્ટી ટેલેન્ટેડ માણસે દુનિયામાં પોતાની ઓળખ બનાવી.જોકે આ મહાન કલાકારના મૃત્યુ બાદ પણ જે રીતે તેના ચાહકોએ તેનો વારસો સાચવ્યો છે તે જોઈશું આ રિપોર્ટમાં.

અત્યારે સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો વાયરલ થવાનું કારણ છે.ર્યુસી ઈમાઈ નામના બાળકના મૂવ્સ. જી હા આ બાળકના મૂવ્ઝને જોતા યાદ આવે છે બ્રૂસ લીની અમેરિકામાં જન્મેલા, હોંગકોંગના ચીની, અભિનેતા અને માર્શલ આર્ટ કલાકાર બ્રૂસલીની માર્શલ આર્ટ ટેક્નિકના વખાણ આજે પણ લોકો કરતા હોય છે.. ફેન્સ તો અવું પણ કહેતા હોય છે કે તેમના જેવા કલાકાર આજ સુધી જોવા નથી મળ્યો.પરંતુ આ બાળકનાં વીડિયોઝ જે રીતે વાયરલ થઈ રહ્યા છે.તે જોઈને લાગે છે કે હવે દુનિયાને બ્રૂસ લીનું લીટલ વર્ઝન મળી ગયું છે. તો તમે પણ જુઓ કઈ રીતે આ સાત વર્ષનાં બાળકે બ્રૂસ લી જેવી ટેક્નિક બતાવીને સૌને ચોંકાવી દીધા.

ઉલ્લેખનીય છે કે 33 વર્ષ નું ટૂંકું જીવન જીવનારા બ્રુસ લી નો જન્મ કેલીફોર્નિયાનાં સાન ફ્રાન્સિસ્કો માં થયો હતો તેઓ 3 મહિના ના હતા ત્યારે જ તેમના માતા પિતા હોંગકોંગ માં વસ્યા હતા એક બાળ કલાકાર તરીકે તેમણે આશરે 20 જેટલી ફિલ્મો માં કામ કર્યું હતું. જોકે 20  જુલાઈ, 1973, ના રોજ દુનિયાએ આ મહાન કલાકારને ખોઈ દીધા.Enter the Dragon ના પ્રીમિયર ના એક મહિના પહેલા તેમનું મોત થયું.તેમના મૃત્યુ વિષે અનેક તર્કો પ્રસારિત કરવામાં આવ્યા.કોઈએ આને હત્યા ગણાવી.પરંતુ  ઓફીસીઅલી તેમના પ્રવક્તાઓએ જણાવ્યું કે તેમના મોતનું કારણ  તરીકે પીઠ ના દુખાવા ની પેઈન કિલેરનું રીએક્સન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.