Not Set/ ક્રાઇસ્ટચર્ચ હુમલાનો બદલો લેવા શ્રીલંકામાં કરાયા શ્રેણીબદ્વ વિસ્ફોટ : રક્ષા મંત્રી

કોલંબો, શ્રીલંકામાં ઇસ્ટરના તહેવાર પર થયેલા 8 શ્રેણીબદ્વ વિસ્ફોટમાં કુલ 310 લોકોના મોત થયા હતા ત્યારે શ્રીલંકાની પોલિસે કરેલી આ અંગેની પ્રાથમિક તપાસમાં આ ફિદાયીન હુમલા ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલાના બદલા તરીકે કરાયા હતા તેવું માલુમ પડ્યું છે. શ્રીલંકાના રક્ષા મંત્રીએ મંગળવારે આ વાતની પૃષ્ટિ કરી છે. આ વિશે સંરક્ષણ મંત્રી રુવાન વિજયવર્ધને કહ્યું હતું […]

Top Stories World
sri lanka bombings e1555939430806 ક્રાઇસ્ટચર્ચ હુમલાનો બદલો લેવા શ્રીલંકામાં કરાયા શ્રેણીબદ્વ વિસ્ફોટ : રક્ષા મંત્રી

કોલંબો,

શ્રીલંકામાં ઇસ્ટરના તહેવાર પર થયેલા 8 શ્રેણીબદ્વ વિસ્ફોટમાં કુલ 310 લોકોના મોત થયા હતા ત્યારે શ્રીલંકાની પોલિસે કરેલી આ અંગેની પ્રાથમિક તપાસમાં આ ફિદાયીન હુમલા ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલાના બદલા તરીકે કરાયા હતા તેવું માલુમ પડ્યું છે. શ્રીલંકાના રક્ષા મંત્રીએ મંગળવારે આ વાતની પૃષ્ટિ કરી છે.

આ વિશે સંરક્ષણ મંત્રી રુવાન વિજયવર્ધને કહ્યું હતું કે રવિવારે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટ ક્રાઇસ્ટચર્ચમાં મુસ્લિમો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે કરાયા હતા.

આ શ્રેણીબદ્વ વિસ્ફોટ બાદ શ્રીલંકન પ્રધાનમંત્રી રનિલ વિક્રમસિંઘે દેશમાં અસ્થિરતાનો માહોલ પ્રવર્તશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના બદઇરાદાઓ કરનારા લોકો સામે સખત પગલાં લેવાની સુરક્ષાદળોને છૂટ અપાઇ છે. નોંધનીય છે કે 15 માર્ચના જ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલામાં 50 લોકોના મોત થયા હતા.

વિસ્ફોટમાં ભારતીય મૃતકોની સંખ્યા વધી 10 થઇ

શ્રીલંકામાં ચર્ચ અને હોટેલોમાં થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટમાં મૃત્યુ પામનાર ભારતીય મૃતકોની સંખ્યા 10 થઇ છે. કોલંબોમાં ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી હતી કે રવિવારે થયેલા બ્લાસ્ટમાં બે અન્ય ભારતીયો એ મારેગૌડા અને એચ પુત્તારાજુના મૃત્યુની પૃષ્ટિથી દુખ થાય છે. અગાઉ મૃત્ય પામનાર ભારતીયોમાં વેમુરાઇ તુલસીરામ, એસ આર નાગરાજ, કે જી હનુંમતરાયપ્પા અને એમ રંગપ્પા સામેલ છે.