Not Set/ ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી તરીકે સ્કોટ મોરિસનની કરાઈ વરણી, મૈલકમ ટર્નબુલની લેશે જગ્યા

સિડની, ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી રહેલા સ્કોટ મોરિસનની દેશના નવા પ્રધાનમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. મૈલકમ ટર્નબુલને પ્રધાનમંત્રી પદ પરથી હટાવ્યા બાદ થયેલા વોટિંગમાં ટર્નબુલને ૪૦ના મુકાબલામાં ૪૫ વોટ મળ્યા હતા. ત્યારે હવે મૈલકમ ટર્નબુલની જગ્યા સ્કોટ મોરિસન લેશે. Scott Morrison has been picked as Australia's new prime minister, reports AFP pic.twitter.com/7wuAYuXL9I— ANI (@ANI) August 24, […]

World
3ea9659611535c075d074b9ab877ad20 ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી તરીકે સ્કોટ મોરિસનની કરાઈ વરણી, મૈલકમ ટર્નબુલની લેશે જગ્યા

સિડની,

ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી રહેલા સ્કોટ મોરિસનની દેશના નવા પ્રધાનમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. મૈલકમ ટર્નબુલને પ્રધાનમંત્રી પદ પરથી હટાવ્યા બાદ થયેલા વોટિંગમાં ટર્નબુલને ૪૦ના મુકાબલામાં ૪૫ વોટ મળ્યા હતા. ત્યારે હવે મૈલકમ ટર્નબુલની જગ્યા સ્કોટ મોરિસન લેશે.

મૈલકમ ટર્નબુલની એક અન્ય સાથી વિદેશ મંત્રી જુલી બિશપ પણ આ પદ માટેના દાવેદાર હતા, પરંતુ તેઓ પ્રથમ ચરણમાં જ આ રેસમાંથી બહાર થઇ ગયા હતા. જો કે ઓસ્ટ્રેલિયામાં મે, ૨૦૧૯માં સમાન્ય ચૂંટણી યોજાવાની છે.

મહત્વનું છે કે, સત્તારૂઢ પાર્ટીમાં વિભાજન થયા બાદ રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ઉથલ-પાથલ થઇ હતી. આ પહેલા મૈલકમ ટર્નબુલ ક્વીન્સલેન્ડની પેટા-ચૂંટણીમાં મળેલી હર અને ચૂંટણીમાં આવેલા ખરાબ પરિણામના કારણે તેઓ દબાવમાં હતા.

આ પહેલા વિપક્ષી લેબર પાર્ટી દ્વારા પણ સરકાર પર અરાજક હોવાનો આરોપ લગાવ્યો હતો. ટર્નબુલે લિબરલ પાર્ટીના નેતાના રૂપમાં પોતાના પદને લઇ ચાલી રહેલી અટકળો સમાપ્ત કરવાના પ્રયાસોમાં મંગળવારે કેબિનેટના સભ્યો સાથે મતદાનની શરૂઆત કરી હતી. જેમાં તેઓએ માત્ર ૧૩ વોટના અંતરથી જીત મેળવી હતી.