યુકેમાં જૂનમાં પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા હતા પરંતુ ડેલ્ટા વેરિઅન્ટના જોખમોને કારણે મોકૂફ રાખવામાં આવ્યા છે. યુરોપમાં ડેલ્ટા વેરિઅન્ટ સામે લડવા માટે રસી કરણ ઉપર ભાર મુકવામાં આવી રહ્યોછે.
યુકેમાં ડેલ્ટા વેરિઅન્ટના જોખમો પછી, હવે એક સારા સમાચાર છે. છેલ્લા કેટલાક અઠવાડિયાના આંકડા પ્રોત્સાહક છે. લોક ડાઉન અને નિયંત્રણો 19 જુલાઇથી હળવા કરી શકાય છે. જો કે માસ્ક ફરજિયાત રહેશે. બ્રિટનના હાઉસિંગ પ્રધાન રોબર્ટ જેનરીકે જણાવ્યું હતું કે વડા પ્રધાન બોરીસ જ્હોનન આ આંકડાઓનો અભ્યાસ કર્યા પછી આગામી દિવસોમાં પ્રતિબંધ હળવા કરવાની જાહેરાત કરશે. લોકડાઉન ખોલવા માટેના આંકડા હકારાત્મક છે. માસ્કની આવશ્યકતા પણ નાબૂદ કરવામાં આવશે.
યુકેમાં 19 જુલાઈ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું
બ્રિટનમાં જૂનમાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા, પરંતુ ડેલ્ટા વેરિઅન્ટના જોખમોને કારણે મોકૂફ રાખવામાં આવ્યા હતા. દરેક દેશ જલ્દીથી તેના નાગરિકોને રસીનાં બંને ડોઝ આપવાની હરીફાઈ કરી રહ્યો છે. રસી અપાયેલા લોકોને કરિયાણા, મુસાફરી અને મનોરંજન વાઉચર અને રોકડ મેળવવા માટે ડ્રો યોજવામાં આવી રહ્યા છે.
20 મી જુલાઈ સુધી ઈન્ડોનેશિયામાં કટોકટી
વધતા કોરોના ચેપને કારણે ઇન્ડોનેશિયામાં20 જુલાઈ સુધી કટોકટી લાગુ કરવામાં આવી છે. દર્દીઓનાં મોત બાદ અહીં ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવી રહ્યો છે.
ઇરાનમાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે પ્રતિબંધો
ડેલ્ટા વેરિઅન્ટને કારણે ઈરાનમાં પણ નિયંત્રણો ફરીથી લાગુ કરવામાં આવી રહ્યા છે. આ વેરિએન્ટને કારણે ચેપ ઝડપથી ફેલાય છે.
અમેરિકાના 15 મિલિયન લોકો રસીનો બીજો ડોઝ ચૂકી ગયા
અમેરિકાના 15 મિલિયન લોકો રસીનો બીજો ડોઝ ચૂકી ગયા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેંટર (સીડીસી) એ આ માહિતી આપી છે. સીડીસી અનુસાર, ફાઈઝર રસીનો બીજો ડોઝ પ્રથમ ડોઝના ત્રણ અઠવાડિયા પછી અને ચાર અઠવાડિયા પછી મોડર્નાની ભલામણ કરવામાં આવે છે. 42 દિવસ પછી તે બીજા ડોઝથી વંચિત માનવામાં આવે છે. વિવિધ કારણોને લીધે, 1.5 કરોડ લોકોએ 42 દિવસ સુધી રસીનો બીજો ડોઝ ન લીધો.
