ગાઝિયાબાદમાં શરૂ થયેલી મુસ્લિમ રાષ્ટ્રીય મંચની કેન્દ્રીય કારોબારીની બે દિવસીય બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમ સમાજના અગ્રણી લોકો સાથે વાતચીત કરી હતી. બેઠકમાં મંચના વડાઓએ પોત પોતાના ક્ષેત્રે કરવામાં આવતી કામગીરીની વિગતો રજૂ કરી હતી. રવિવારે સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે સંવાદના પ્રથમ દિવસે મુસ્લિમ મંચના પ્રતિનિધિઓએ સીએએ-એનઆરસીને ટેકો આપ્યો હતો. તેમણે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ અંગે પણ ખુશી વ્યક્ત કરી. મંચના પ્રતિનિધિઓએ ગૌહત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. આ ઉપરાંત કાશ્મીરી નેતા મહેબૂબા મુફ્તી અને ગુપ્તકર ગેંગનો પણ વિરોધ કર્યો હતો.
બેઠકમાં ભાગ લેવા છત્તીસથી પહોંચેલા મંચના ગોસેવા સેલના ફૈઝ ખાને પણ પોતાના કાર્ય રજૂ કર્યા હતા. ફૈજે કહ્યું કે ગોસેવા સેલે દેશભરમાં અત્યાર સુધીમાં 15 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ યાત્રામાં સમાજના લોકોને ગાયના મહત્વ વિશે જણાવવામાં આવ્યું હતું અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે, મંચે ગાય અને મુસ્લિમ પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે, જે ગામડે ગામડે પરિવહન થઈ રહ્યું છે. આ પુસ્તકમાં મુસ્લિમ સમાજ અને ગાયના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. લાગે છે આ બેઠક દ્ધારા નવુ જ રાજકારણ રજૂ થઇ રહ્યુ છે.
