પ્રોટોકોલ તોડીને માનવીયતાની મિસાલ પેશ કરતા ભારતીય સેનાએ 8 વર્ષના બાળકનો મૃતદેહ પાકિસ્તાનને સોંપ્યો છે. આ બાળકનો મૃતદેહ ગુરેજના અચૂરા ગામમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેતી કિશનગંગા નદીમાંથી મળી આવ્યો હતો.
આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના પીઓકે વિસ્તારમાંથી આ બાકળ ગુમ થયેલો હતો. જેનો મૃતદેહ ગંગા નદીમાંથી મળી આવ્યો હતો. આબિદ શેખના રુપમાં બાળકની ઓળખ થઈ હતી.

મળતી માહિતી અનુસાર ત્યાંના કેટલાક સ્થાનિક લોકોને ગુરેજના અચૂરા ગામમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેતી કિશનગંગા નદીમાં આબિદ શેખનો મૃતદેહ તરતો દેખાયો. ભારતીય સેનાના જવાનોએ આ મૃતદેહને બહાર કાઢ્યો અને તેની ઓળખ કરતાં જાણવા મળ્યું કે આ બાળક પાકિસ્તાનનો રહેવાસી છે અને આબિદ શેખ ભારતીય સીમામાં વહીને આવી ગયો હતો.
જેના બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને હોટલાઈનપર આની સૂચના આપી હતી. ત્યારબાદ બાળકના પરિજનોએ ભારતથી આબિદ શેખનો મૃતદેહ પાકિસ્તાન મોકલવા માટે અપીલ કરી હતી.

આબિદ શેખના માતાપિતાએ સોશિયલ મીડિયા પર ભારતીય અધિકારીઓને તેનો મૃતદેહ પાછો મોકલવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ માનવીય આધાર પર તાત્કાલિક કાર્યવાહી કરતા ભારતીય સેનાએ મૃતદેહને સોંપવાનો નિર્ણય કર્યો.
મૃતદેહ પાછો મોકલવામાં આવતા બાળકના માતા-પિતાએ ભારતીય સેનાનો આભાર માન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
