Not Set/ અમેરિકા : કેલિફોર્નિયાના એક બારમાં હુમલાવરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, ૧૨ લોકોના મોત

કેલિફોર્નિયા, અમેરિકામાં વધુ એક અજાણ્યા શખ્સ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના દક્ષિણી કેલિફોર્નિયાના એક બારમાં બની હતી, જ્યાં બુધવારે ફાયરિંગ થયું હતું. #UPDATE: Ventura County sheriff Geoff Dean says 11 victims killed in shooting at crowded Southern California bar, reports The Associated Press https://t.co/HeBlcBVxdw— ANI (@ANI) November 8, 2018 […]

Top Stories World Trending
DreH67WWkAAFhkk અમેરિકા : કેલિફોર્નિયાના એક બારમાં હુમલાવરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, ૧૨ લોકોના મોત

કેલિફોર્નિયા,

અમેરિકામાં વધુ એક અજાણ્યા શખ્સ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના દક્ષિણી કેલિફોર્નિયાના એક બારમાં બની હતી, જ્યાં બુધવારે ફાયરિંગ થયું હતું.

આ ફાયરિંગમાં હુમલાવર સહિત ૧૩ લોકોના મોત થયા છે, જયારે ઘણા લોકો જખ્મી થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. બંદૂકધારી હુમલાવરે સેમી-ઓટોમેટિક ગન દ્વારા હુમલો કર્યો હતો અને અચાનક જ ગોળીઓ વરસાવી હતી.

ન્યુઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ દ્વારા જણાવ્યા મુજબ, હુમલામાં જખ્મી થયેલા લોકોમાં એક પોલીસ અધિકારી પણ શામેલ છે.

કેલિફોર્નિયાની એક સ્થાનીક ન્યુઝ વેબ સાઈટ વેન્ચ્યુરા કન્ટ્રીએ બતાવ્યું, બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રીલ નામના એક પબમાં બુધવારે રાત્રે ગોળીબારી થઇ હતી.

ચુરા કન્ટ્રી સ્ટારના એક રિપોર્ટરે ટ્વિટ કરીને આ ફાયરિંગની કેટલીક તસ્વીરો મોકલી હતી, જેમાં ઘટનાસ્થળ પર ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના અધિકારી લોકો સાથે પૂછતાછ કરી રહ્યા હતા.

આ ઉપરાંત ટ્વિટ કરાયેલા એક વિડિયોમાં કેટલાક લોકો ઘટના પછી ભાગતા જોવા મળી રહ્યા છે. આ સમયે લોકો ડરના કારણે એકબીજાને મળતા પણ જોઈ શકાય છે.