Not Set/ US ના કેલિફોર્નિયામાં ઈતિહાસની સૌથી ભયાનક આગ, મૃત્યુઆંક 23 સુધી પહોંચ્યો   

ઈન્ટરનેશનલ ડેસ્ક: US (અમેરિકા)ના કેલિફોર્નિયામાં ઈતિહાસની સૌથી ભયાનક આગ લાગી છે. આ દુર્ઘટનામાં શનિવારના રોજ ૧૪ લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેમાં મૃત્યુઆંક વધી ગયો હતો. રવિવારના રોજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોનો આંક વધીને ૨૩ સુધી પહોંચી ગયો છે. આ ઘટના અંગેની જાણકારી સ્થાનિક નાગરિકો દ્વારા આપવામાં […]

Top Stories World Trending
US California’s Wildfires Death Toll at 23 people

ઈન્ટરનેશનલ ડેસ્ક: US (અમેરિકા)ના કેલિફોર્નિયામાં ઈતિહાસની સૌથી ભયાનક આગ લાગી છે. આ દુર્ઘટનામાં શનિવારના રોજ ૧૪ લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેમાં મૃત્યુઆંક વધી ગયો હતો. રવિવારના રોજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોનો આંક વધીને ૨૩ સુધી પહોંચી ગયો છે. આ ઘટના અંગેની જાણકારી સ્થાનિક નાગરિકો દ્વારા આપવામાં આવી હતી.

US California’s Wildfires Death Toll at 23 people
mantavyanews.com

આ ઘટના અંગે  કેલિફોર્નિયાના શેરિફ કોરી હોનિયાએ એક સંમેલનમાં જણાવ્યું હતું કે, આજે વધુ ૧૪ લોકો આગની ચપેટમાં આવીને મૃત્યુ પામ્યા છે, જેના કારણે હવે મૃત્યુ આંક વધીને ૨૩ થઈ ગયો છે.

US California’s Wildfires Death Toll at 23 people
mantavyanews.com

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ આગ ફેલાવવાના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોની ઉપર આગના કારણે ખતરો વધતો જઈ રહ્યો છે.

US California’s Wildfires Death Toll at 23 people
mantavyanews.com

આ આગની ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પોતાના બાળકો અને પાલતૂ પશુઓને લઈને પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરવખરી સાથેના મકાન છોડીને ભાગવા માટે મજબૂર થઈ રહ્યા છે. આ ભીષણ આગના કારણે એક આખું શહેર ખાલી થઈ ગયું છે.

US California’s Wildfires Death Toll at 23 people
mantavyanews.com

આ ભીષણ આગની ચપેટમાં આવીને આસપાસના વિસ્તારોના હજારો ઘર બળીને ખાખ થઈ ગયા છે. સાન ફ્રાન્સિસ્કોથી આશરે ૨૯૦ કિલોમીટર દૂર આવેલા લગભગ ૨૭,૦૦૦ લોકોની વસતી ધરાવતા શહેર પેરાડાઈઝમાં રહેતા બધાં જ નાગરીકોને તંત્ર દ્વારા શહેરની બહાર જતાં રહેવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

US California’s Wildfires Death Toll at 23 people
mantavyanews.com