Ahmedabad/ આવું ગુજરાતમાં જ શક્ય બને! ડૉક્ટરોએ 107 વર્ષની વૃદ્ધાના હૃદયને ફરી ધબકતું કરી ઇતિહાસ રચ્યો

ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ (IHD) શબ્દનો ઉપયોગ એવા દર્દીઓ માટે લેવાય છે જ્યાં હૃદયની ધમનીઓ સાંકડી હોય અને હૃદયને નબળા પાડતા હૃદયના સ્નાયુઓ સુધી ઓછું લોહી…

Top Stories Gujarat
Ischemic Heart Disease

Ischemic Heart Disease: મેરેંગો સિમ્સ હોસ્પિટલે મધ્ય પ્રદેશના 107 વર્ષીય વૃદ્ધ મહિલાની એન્જિયોપ્લાસ્ટી દ્વારા તેમના હૃદયની સામાન્ય કામગીરીને પુનઃસ્થાપિત કરીને સારવારમાં ઇતિહાસ રચ્યો છે. મધ્યપ્રદેશમાં હાર્ટ એટેક આવ્યા બાદ મહિલાને મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને એન્જીયોગ્રાફીથી જાણવા મળ્યું હતું કે હૃદયની ધમનીઓમાં 99% બ્લોકેજ જોવા મળ્યા હતા.

મેરેંગો સિમ્સ હોસ્પિટલે જીવનના 100 વર્ષ પૂરા કરનાર મહિલાની સફળતાપૂર્વક સારવાર કરીને ક્લિનિકલ એક્સીલન્સમાં વધુ એક ઝળહળતો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પ્રોસીજર પૂરી થયાના ત્રણ જ કલાકની અંદર 107 વર્ષીય વૃદ્ધ મહિલા ચમત્કારિક રીતે હરતીફરતી થઈ ગઈ હતી. જણાવી દઈએ કે ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને મેરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીસ્ટ ડો. ચિરાગ શેઠની સહાયતા હેઠળની ટીમે આ સમગ્ર પ્રોસીજર હાથ ધરી હતી. ડો. પરીખ એન્જિયોપ્લાસ્ટીમાં અમેરિકા અને ભારત સહિત 37 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને તેમની ક્લિનિકલ પ્રેક્ટિસના છેલ્લા 35 વર્ષોમાં સૌથી વધુ એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ પ્રોસીજર હાથ ધરનાર પ્રેક્ટિશનર્સમાં સ્થાન ધરાવે છે.

બાદામબાઈ વ્યાસને હાર્ટ એટેક આવ્યો ત્યારે પરિવારને લાગ્યું કે તેમની હૃદયની કથળેલી સ્થિતિ માટે તાત્કાલિક સારવાર કરાવવી પડશે ત્યારે તેમણે તેમને મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં જરાય વિલંબ ન કર્યો. લગભગ આઠ કલાકની મુસાફરીમાં આ 107 વર્ષની વયની મહિલાને અમદાવાદ લાવવી એ સમગ્ર પરિવારનો નિશ્ચય હતો. મહિલા દર્દીમાં નબળાઈ હોવા છતાં કુટુંબને મેરેંગો સિમ્સ હોસ્પિટલના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ વિશ્વાસ હતો જ્યાં ક્લિનિકલ એક્સીલન્સ સાથે દરેક દર્દીની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવે છે.

મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં એક દિવસની વયર્થી માંડીને 107 વર્ષની વયના દર્દીઓની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી છે અને તે એક અદ્વિતીય રેકોર્ડ છે. બાયપાસ સર્જરી માટે સારવાર કરાયેલ બ્રિટન કેન્યાની નાગરિકતા સાથે 90 વર્ષથી વધુની ઉંમરના આંતરરાષ્ટ્રીય દર્દી જ્હોન વાઇટનો રેકોર્ડ હજુ પણ ભારતમાં અજોડ છે. બાદામબાઈના કિસ્સામાં પડકારો તેમની વય કરતાં પણ વધુ હતા. રેડિયલ ઈન્ટરવેન્શનલ પ્રક્રિયા માટે દર્દી એટલો તદુરસ્ત હોવો જોઈએ કે તેના કાંડામાં ડોક્ટરો રેડિયલ આર્ટરી શોધી શકે જે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી. મેરેંગો સિમ્સ એ ભારતની બહુ ઓછી હોસ્પિટલોમાની એક છે જે એક દિવસના બાળકોને નિયમિત કાર્ડિયાક ઇન્ટરવેન્શનથી લઈને એક કિલોના વજન ધરાવતા બાળકો તથા 80-90 વર્ષની ઉંમરના અને હવે તો 100 વર્ષથી વધુ વયના દર્દીઓની કાર્ડિયાક સર્જરી હાથ ધરે છે. આ ઉપરાંત ગુજરાતમાં આ એકમાત્ર સેન્ટર છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ તમામ વયજૂથના દર્દીઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

ડૉ. રાજીવ સિંઘલ, ફાઉન્ડિંગ મેમ્બર, એમડી અને સીઈઓ, મેરેંગો એશિયા હેલ્થકેરે જણાવ્યું હતું કે, મેરેંગો એશિયા પેશન્ટ ફર્સ્ટનું વિઝન ધરાવે છે અને અમે અમારા દર્દીઓને ક્લિનિકલ એક્સેલન્સ અને વૈશ્વિક કુશળતામાં બહેતર સારવાર સોલ્યુશન્સ અને વધુ સારા પરિણામો લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ભૂતકાળની જેમ ઉંમર, તબીબી પરિસ્થિતિઓ અને નાણાંકીય અવરોધોને દૂર કરવાનું અને સમાજમાં વધુ સારું સ્વાસ્થ્ય લાવવાનું ચાલુ રાખીશું.

તેમણે વધુંમાં જણાવ્યું કે, પેશન્ટ ફર્સ્ટના વિઝન સાથે બધા માટે કિફાયતી અને સુલભ હોય તેવા ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ તથા ઉચ્ચતમ ક્લિનિકલ એક્સીલન્સ સાથે મેરેંગો સિમ્સ સમગ્ર ભારતમાં અને તેની બહારના દર્દીઓ માટે ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ માટે પસંદગીના સ્થળ તરીકે ઝડપથી ઉભરી રહી છે.

મેરંગો સિમ્સ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન ડૉ. કેયુર પરીખે જણાવ્યું હતું કે, હેલ્થકેર ડિલિવરી માટે ઉંમરની ક્યારેય મર્યાદા ન હોવી જોઈએ. ભારતમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે અને સ્ત્રીઓની ઉંમર જાપાન અને નોર્વેની મહિલાઓની અનુક્રમે 74 વર્ષ અને 81 વર્ષની સમકક્ષ થઈ છે. હેલ્થકેરના બદલાતા ચહેરા સાથે અમારો ધ્યેય એ છે કે અમારા વૃદ્ધ દર્દીઓને યુવા દર્દીઓની સમાન હેલ્થકેર ડિલિવરીનું સ્થાન મળે.

દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે અમારા પરદાદી ઘણા વર્ષો સુધી જીવે. જે દિવસથી અમારા દાદાની ટ્રીટમેન્ટ માટે મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી ત્યારથી અમે તેમની રિકવરી જોઈ હતી, અમને ખાતરી હતી કે અમારા પરદાદી પણ ઝડપથી સ્વસ્થ થઈ જશે.

ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ (IHD) શબ્દનો ઉપયોગ એવા દર્દીઓ માટે લેવાય છે જ્યાં હૃદયની ધમનીઓ સાંકડી હોય અને હૃદયને નબળા પાડતા હૃદયના સ્નાયુઓ સુધી ઓછું લોહી અને ઓક્સિજન પહોંચે છે જે આખરે હાર્ટ એટેકમાં પરિણમે છે. ભારતમાં, અભ્યાસ અને સંશોધનનો મુજબ અંદાજે ચારથી પાંચ કરોડ લોકો IHD થી પીડાય છે અને લગભગ 15થી 20% લોકોની મૃત્યુ IHD થી થાય છે.

આ પણ વાંચો: New Delhi/ કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગથી નારાજ અરવિંદ કેજરીવાલ? અમિત શાહને મળવાનો સમય માંગ્યો