મા બ્રહ્મચારિણી/ ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા

ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમામ ભાગ્ચના પ્રદાતા/રાજા ભગવાન મંગળ દેવી બ્રહ્મચારિણી દ્વારા સંચાલિત છે.

Religious Dharma & Bhakti
Ma Brahmcharini

ચૈત્ર નવરાત્રિ નો નવ દિવસનો પવિત્ર Chaitra Navratri તહેવાર બુધવારથી શરૂ થઈ ગયો છે. દેશભરમાં ચૈત્રી નવરાત્રિ ની અતિભવ્ય ઉજવણી જોવા મળી રહી છે. નવરાત્રિનું અનેરૂં મહત્વ છે, કારણ કે એવી માન્યતા છે કે દેવી દુર્ગા આ અવસર પર તેમના ભક્તોને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવે છે. સામાન્ય રીતે વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રિ આવે છે, પરંતુ માત્ર બે જ નવરાત્રિ ની મોટાપાયે ઉજવણી કરવામાં આવે છે-એક શારદીય અને બીજી ચૈત્ર નવરાત્રિ.

સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આવતી નવરાત્રિ ને Chaitra Navratri શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં ઉજવાતી ચૈત્ર નવરાત્રિ કહેવાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 22 માર્ચથી શરૂ થઈ છે અને 30 માર્ચે રામ નવમી સાથે સમાપ્ત થશે. નવરાત્રિનો બીજો દિવસ 23 માર્ચ, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે પૂજવામાં આવતા દેવી મા બ્રહ્મચારિણી છે અને તેમનો રંગ પીળો છે. મા બ્રહ્મચારિણીના આ દિવસની પૂજાવિધિ અને મુહૂર્તને જાણો.

ચૈત્રનવરાત્રિ 2023 : બીજો દિવસ

ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં Chaitra Navratri આવે છે. એવું માનવામાં આવે છે કે તમામ ભાગ્ચના પ્રદાતા/રાજા ભગવાન મંગળ દેવી બ્રહ્મચારિણી દ્વારા સંચાલિત છે. માતાને ખુલ્લા પગે ચાલતી દર્શાવવામાં આવી છે. મા બ્રહ્મચારિણીનીના બે હાથ છે-જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડલ હોય છે.

પૂજાઃ બીજા દિવસે પૂજા કરવા માટે ભક્તોએ વહેલા જાગીને સ્નાન કરવું જોઈએ. પૂજા માટે સ્વચ્છ કપડાં પહેરો. માં બ્રહ્મચારિણીની મૂર્તિને મધ અને દૂધમાં ડુબાળીને માતાના કપાળ પર તિલક કરો. પૂજા કરતી વખતે દેવીને ફૂલ, ચંદન, દૂધ, દહીં અને ચોખા અર્પણ કરો. Chaitra Navratri નવરાત્રિના બીજા દિવસે પૂજા માટે તમે જાસૂદ(hibiscus) અને સફેદ કમળનો ઉપયોગ કરી શકો છો.

ભોગઃ ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે તમે માં બ્રહ્મચારિણીને ભોગમાં ગોળ, કોળું અથવા સફરજનનો હલવો, કેળાની બરફી અને મખાનાની ખીર સહિતની વાનગીઓ અર્પણ કરી શકો છો. આ પ્રકારની મીઠી વસ્તુઓનો ભોગ ધરાઈને મા બ્રહ્મચારિણીની ભક્તિ-પૂજા કરી શકો છો.

રંગઃ ચૈત્રનવરાત્રિનો બીજો દિવસ પીળા રંગ સાથે સંકળાયેલ છે. આ સૂર્યપ્રકાશ અને હકારાત્મક લાગણીઓનો રંગ છે, તેનાથી આત્મવિશ્વાસ અને જિજ્ઞાસા વધે છે. અદ્દભુત આશાવાદ અને આનંદની ભાવના સાથે તમારા નવરાત્રિના દિવસનો આનંદ માણવા માટે આજે પીળો રંગ પહેરો. આ એક ગરમ રંગ છે જે વ્યક્તિને આખો દિવસ પ્રફુલ્લિત રાખે છે.

આ પણ વાંચોઃ Hindenberg Effect/ હિન્ડનબર્ગ હવે નવો અહેવાલ લઈ આવશે, અદાણી પછી હવે કોણ

આ પણ વાંચોઃ Rahul Gandhi/ માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં આજે થશે હાજર

આ પણ વાંચોઃ HAL Stake Sale/ સરકાર સંરક્ષણ કંપની HALનો હિસ્સો વેચવા જઇ રહી છે!