Not Set/ WWE રેસલર John Cena એ સુશાંતસિંહ રાજપૂતને આપી શ્રદ્ધાંજલિ

WWE ચેમ્પિયન અને હોલીવુડ અભિનેતા જ્હોન સીનાએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી અને શોક વ્યક્ત કર્યો છે. સુશાંતસિંહે રવિવારે આત્મહત્યા કરી હતી. સીનાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતનો ફોટો પોસ્ટ કર્યો અને તેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. ફોટોગ્રાફ્સ સાથે કોઈ કેપ્શન નહીં આપવાની તેમની પરંપરા સુશાંતની તસવીર સાથે પણ ચાલુ રહી હતી. સીનાનાં ઇન્સ્ટાગ્રામ બાયોમાં […]

Uncategorized
604fc00df74cfe05c7863e25436e508a WWE રેસલર John Cena એ સુશાંતસિંહ રાજપૂતને આપી શ્રદ્ધાંજલિ

WWE ચેમ્પિયન અને હોલીવુડ અભિનેતા જ્હોન સીનાએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી અને શોક વ્યક્ત કર્યો છે. સુશાંતસિંહે રવિવારે આત્મહત્યા કરી હતી. સીનાએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતનો ફોટો પોસ્ટ કર્યો અને તેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. ફોટોગ્રાફ્સ સાથે કોઈ કેપ્શન નહીં આપવાની તેમની પરંપરા સુશાંતની તસવીર સાથે પણ ચાલુ રહી હતી.

સીનાનાં ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે, “મારા ઇન્સ્ટાગ્રામ પર આપનું સ્વાગત છે. અહીં ચિત્રો કેપ્શન વિના પોસ્ટ કરવામાં આવશે, તેમનો અર્થઘટન કરો અને આનંદ કરો. આ પહેલીવાર નથી જ્યારે સીનાએ કોઈ બોલિવૂડ સેલિબ્રિટીની તસવીર પોસ્ટ કરી હોય. આ અગાઉ પણ તેણે સોશિયલ મીડિયા પર બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને ઇરફાન ખાનને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. બિગ બોસ 13દરમિયાન તેણે સિઝનનાં સ્પર્ધક અને મોડેલ અસીમ રિયાઝની તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

સુશાંતસિંહ રાજપૂત મૂળ બિહારનાં છે અને મુંબઇ સ્થળાંતર કરતા પહેલા પટણા અને નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો. પવિત્ર રિશ્તાથી નાના પડદે પોતાને સ્થાપિત કર્યા પછી, તેણેકાઇ પો છે! ફિલ્મથી મોટા પડદા પર પ્રવેશ કર્યો. શુદ્ધ દેશી રોમાંસ‘, બાયોપિક એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી‘, ‘કેદારનાથઅને છિછેરેસહિતની અનેક ફિલ્મોમાં તેના અભિનય માટે તેમના વખાણ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.