Not Set/ રિયાને 6 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં દાખલ કરી જામીન અરજી

ડ્રગ્સના કેસમાં સંડોવાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક ચક્રવર્તીએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. આ અગાઉ 11 સપ્ટેમ્બરે મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટે રિયા, તેના ભાઈ શૌવિક અને અન્ય ચારની જામીન અરજી ફગાવી દીધી હતી. રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. […]

Uncategorized
4846badae74bb5a6a2dafc8bf47db26b રિયાને 6 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં દાખલ કરી જામીન અરજી

ડ્રગ્સના કેસમાં સંડોવાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક ચક્રવર્તીએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. આ અગાઉ 11 સપ્ટેમ્બરે મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટે રિયા, તેના ભાઈ શૌવિક અને અન્ય ચારની જામીન અરજી ફગાવી દીધી હતી. રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીનીને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સની ખરીદી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ રિયા ડ્રગ્સ લેવાનો ઇનકાર કરતી હતી, પરંતુ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની પૂછપરછ દરમિયાન રિયાના ભાઈ શૌવિકે કબૂલ્યું હતું કે રિયાની ગૌરવ સાથેની વાતચીત સાચી હતી અને તે સુશાંત માટે જાતે ડ્રગ્સની વ્યવસ્થા કરતો હતો, જેની રકમ તેની બહેન રિયા ચક્રવર્તી ચુકવી હતી.  

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ એનસીબીએ તેની તપાસને તે સ્તરે આગળ વધારી દીધી છે કે જ્યાં તમામ પ્રખ્યાત સેલેબ્સના નામ બહાર આવી રહ્યા છે. એનસીબીએ આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોની ધરપકડ કરી છે અને હવે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રિત જેવી અભિનેત્રીઓના નામ પછી, સમગ્ર બોલિવૂડ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.