Not Set/ ‘ યે રિશ્તા…’ માં શું નાયરાનું થશે મોત ? કાર્તિક કરશે આશી સાથે લગ્ન

મુંબઈ ‘ યે રિશ્તા ક્યાં કહલાતા હે ‘ માં અત્યાર સુધી ઘણા ટ્વીસ્ટ આવી ચુક્યા છે, પરંતુ હવે આ સીરીયલ મોટો ધડાકો થવાનો છે. છેલ્લા ઘણા એપિસોડમાં એવું બતાવવામાં આવ્યું હતું કે નાયરા અને કાર્તિક ઘરેથી ભાગીને લગ્ન કરવાની તૈયારી કરી ચુક્યા હતા. કાર્તિક મંદિરે પહોચી ગયો હતો પરંતુ નાયરા મંદિરે પહોચી નહતી. લગ્ન કરવાનો […]

Entertainment
Kartik naira ' યે રિશ્તા...' માં શું નાયરાનું થશે મોત ? કાર્તિક કરશે આશી સાથે લગ્ન

મુંબઈ

યે રિશ્તા ક્યાં કહલાતા હે ‘ માં અત્યાર સુધી ઘણા ટ્વીસ્ટ આવી ચુક્યા છે, પરંતુ હવે આ સીરીયલ મોટો ધડાકો થવાનો છે. છેલ્લા ઘણા એપિસોડમાં એવું બતાવવામાં આવ્યું હતું કે નાયરા અને કાર્તિક ઘરેથી ભાગીને લગ્ન કરવાની તૈયારી કરી ચુક્યા હતા. કાર્તિક મંદિરે પહોચી ગયો હતો પરંતુ નાયરા મંદિરે પહોચી નહતી. લગ્ન કરવાનો નિર્ણય બંનેનો હતો તેમ છતાં નાયરા કેમ મંદિર ન આવી તેને લઈને કાર્તિકના મનમાં ઘણા વિચારો આવી ગયા હતા.

નાયરા શા માટે મંદિર નથી પહોચી તેની પાછળ ચોંકાવનારં કારણ સામે આવ્યું છે જેણે દર્શકોને હચમચાવી મુક્યા છે. નાયરાને બ્રેઈન ટ્યુમર હોવાને લીધે તે કાર્તિક સાથે લગ્ન કરવા માટે મંદિર નહતી ગઈ. આવનારા એપિસોડમાં અત્યાર સુધી ખબર નથી કે શું થાય પરંતુ કદાચ બ્રેઈન ટ્યુમરના લીધે નાયરાનું મોત પણ થઇ શકે છે.

નાયરાની આ બીમારી વિશે ઘરમાં બધાને જણાવ્યું હતું.  નાયરાએ પોતાની સાસુને મંદિરમાં બોલાવીને પોતાની બીમારી વિશે કહ્યું હતું અને કાર્તિકને પોતાનાથી દૂર કરવા માટે પણ કહ્યું હતું. નાયરાની બીમારી સાંભળીને કાર્તિકની માં પણ ચોંકી જાય છે. લગ્નમાં ન આવવાને લીધે કાર્તિકને લાગે છે કે નાયરા એ તેની સાથે બેવફાઈ કરી છે. એક રીપોર્ટના જણાવ્યા પ્રમાણે કદાચ હવે કાર્તિક આશી સાથે લગ્ન કરવા માટે હા પડી દેશે એટલું જ નહી પરંતુ પોતાના લગ્નનું કાર્ડ પણ નાયરાને આપવા માટે તે પોતે જશે.

ઉલ્લેખનીય છે કે હાલ ટ્વીસ્ટ આ સીરીયલની ટીઆરપી સારી ચાલી રહી છે.