Not Set/ ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં યલો એલર્ટ અપાયું

હવામાન વિભાગે આગામી 48 કલાકમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળમાં મુશળધાર વરસાદ પડશે.

India
Untitled 289 ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં યલો એલર્ટ અપાયું

ભારતીય હવામાન વિભાગ  દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. પૂર્વ-મધ્ય અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે. જેના કારણે આગામી બે દિવસ રાજ્યમાં વીજળીના કડાકા, ગાજવીજ અને વરસાદ પડશે.માછીમારોને 21 અને 22 નવેમ્બરે અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં પવનોના પ્રવાહને જોતા પ્રાદેશિક હવામાન વિભાગે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો અંદાજ જોવા મળી રહ્યો છે . જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, નાસિક, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, નાંદેડ જિલ્લામાં 21 નવેમ્બર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 22 નવેમ્બરે રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, સતારા, સાંગલી, કોલ્હાપુર, બીડ અને ઉસ્માનાબાદ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી 48 કલાકમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળમાં મુશળધાર વરસાદ પડશે. અહીં પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, ગોવામાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં વરસાદને કારણે અત્યાર સુધી રેલ્વે વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અનેક વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. ઘણા લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે. હાવડા-યસવંતપુર દુરંતો એક્સપ્રેસ, સંતરાગાચી-તિરુપતિ એક્સપ્રેસ, હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ અને હટિયા-યસવંતપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.