UP/ યોગી સરકારે ફરાર CAA-NRC વિરોધીઓ સામે લીધી આવા કડક પગલા, અપરાધીઓમાં વ્યાપ્યો ફફડાટ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હાલમાં જ લવ જેહાદ મામલે કાયદો બનાવવાની જાહેર કરી ચર્ચા જગાવી દીધી હતી અને હવે સમગ્ર દેશમાં આવો કાયદો બનાવવો જ જોઇએ તેવી માંગ તીવ્ર થઇ

India
yogi યોગી સરકારે ફરાર CAA-NRC વિરોધીઓ સામે લીધી આવા કડક પગલા, અપરાધીઓમાં વ્યાપ્યો ફફડાટ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હાલમાં જ લવ જેહાદ મામલે કાયદો બનાવવાની જાહેર કરી ચર્ચા જગાવી દીધી હતી અને હવે સમગ્ર દેશમાં આવો કાયદો બનાવવો જ જોઇએ તેવી માંગ તીવ્ર થઇ હોવાનું જોવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી યોગીની યુપી સરકાર એકશનમાં જોવામાં આવી રહી છે અને નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) નો વિરોધ કરી રહેલા લોકો કે જેની સામે ભાંગફોડ વિગેરે ગુના પૂર્વે નોંધવામાં આવ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરી છે.

ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે નાગરિકત્વ કાયદા અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા 14 લોકોને ફરાર જાહેર કર્યા હતા અને તેમની ધરપકડ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિરોધ કરનારા ઘણા સમયથી ફરાર છે, આથી યોગી સરકાએ તેમના પર સકંજો કસ્યો છે અને માટે જ આવું કડક પગલું ભર્યું છે.

big decision / ‘આત્મનિર્ભર ભારત’ ચીનની પીઠ તોડશે, વીજ ઉત્પાક આય…

નાગરિકત્વ કાયદા અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા 14 ફરારી વિરોધપત્રોમાંથી 8 વિરોધીઓને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરી વોન્ટેડ જાહેર કરાયા છે અને તેમના ઘરની બહાર નોટિસ ફટકારી છે. આ ઉપરાંત આ વિરોધ પ્રદર્શન અંગે અનેક સ્થળોએ પોસ્ટરો લગાવાયા છે.

લખનૌમાં સીએએ અને – એનઆરસી વિરુદ્ધ દેખાવો દરમિયાન આરોપીઓ પર અગ્નિદાહ, સાંપ્રદાયિક તકરાર ફેલાવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીઓમાં શિયા મૌલવી મૌલાના સૈફ અબ્બાસનો સમાવેશ થાય છે.

us election / સર્વેક્ષણ/ટ્રમ્પ કે બિડેન? અમેરિકામાં કોણ?, જાણો કોણ અને કેવ…

નોંધપાત્ર વાત એ છે કે, ગત ડિસેમ્બરમાં, સીએએ અને એનઆરસી વિશે લખનૌમાં વિરોધ પ્રદર્શન થયું હતું, જેણે હિંસક રૂપ ધારણ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ રાજધાનીમાં અગ્નિદાહ અને પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.

વહીવટીતંત્રે જૂના શહેર વિસ્તારો અને ઈમામબારા નજીક અનેક સ્થળોએ આરોપીઓના ફોટોગ્રાફ્સ પણ ચોંટાડ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં લખનૌમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ સમાજસેવકો અને નિવૃત્ત આઈપીએસ અધિકારી સહિત 40 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિની હત્યા કરાઈ હતી.

અજબ ગજબ / એક યે હૈ…ઔર…એક વો થા…! બે પોલીસ કર્મીનાં વ…

નવો નાગરિકત્વ કાયદો 1955 માં સિવિલ લોમાં સુધારો કરીને બનાવવામાં આવ્યો હતો. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનને કારણે ત્યાં પલાયન થઇ ભારત આવેલા શરણાર્થી હિન્દુ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે તેવી જોગવાઇ કરવામાં આવી હતી.