Not Set/ ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સામે થયેલા જાતીય સતામણીનાં આક્ષેપ પર આવ્યો વળાંક, જાણો શું છે

નવી દિલ્હી, દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીની શરૂઆત થઇ ગઇ છે તો બીજી તરફ સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર જાતિય સતામણીનો આરોપ એક મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હવે એક નવો વળાંક આવ્યો છે.એસસીનાં એક વકીલે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર લગાવવામાં આવેલા આક્ષેપો પર એક ચોંકાવનારો દાવો કર્યો છે. એસસીનાં […]

India Trending
gah 12 ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સામે થયેલા જાતીય સતામણીનાં આક્ષેપ પર આવ્યો વળાંક, જાણો શું છે

નવી દિલ્હી,

દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીની શરૂઆત થઇ ગઇ છે તો બીજી તરફ સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર જાતિય સતામણીનો આરોપ એક મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હવે એક નવો વળાંક આવ્યો છે.એસસીનાં એક વકીલે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર લગાવવામાં આવેલા આક્ષેપો પર એક ચોંકાવનારો દાવો કર્યો છે. એસસીનાં વકીલ ઉત્સવ બૈસે પોતાના નિવેદનમાં કહ્યુ કે, તેમને પ્રેસ ક્લબ ઓફ ઈંન્ડિયામાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઇને ફસાવવા બોલાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કામ માટે તેમને 1.5 કરોડની ઓફર પણ કરવામાં આવી હોવાનુ સામે આવી રહ્યુ છે.

ઉત્સવ બૈસે વધુમાં જણાવ્યુ કે, સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇને આ સમગ્ર મામલે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ષડયંત્રમાં કોણ અને કેટલા લોકો છે તે વિશે વકીલ ઉત્સવ બૈસ એક એફિડેવિટ દાખલ કરી જણાવશે. મળતી માહિતી અનુસાર CJI પર જાતિય સતામણીનો આક્ષેપ લગાવનાર મહિલા સુપ્રિમ કોર્ટમાં જુનિયર આસિસ્ટંન્ટની ફરજ બજાવતી હતી, આ સાથે મહિલા અને તેના પતિ પર અપરાધિક મામલો નોંધાયો હોવાનુ પણ સામે આવ્યુ છે.

ઉત્સવે કહ્યુ કે, CJIને ફસાવવા અને પ્રેસ કોન્ફરંસ આયોજીત કરવા માટે મને લાંચની ઓફર આપવામાં આવી હતી, જે માટે મને પહેલા 50 લાખની આપવાની વાત થઇ પરંતુ મારુ કડક વલણ જોતા મને બાદમાં 1.5 કરોડની ઓફર કરવામાં આવી.