Not Set/ ભારતમાં પણ ખુલ્લામાં નિહાળી શકશો તમારી ફેવરીટ મૂવી, જાણો ક્યાં શરૂ થઈ રહ્યું છે ઓપન એર થિયેટર

આવા થિયેટરોમાં એક વિશાળ આઉટડોર સ્ક્રીન હોય છે જેના પર વ્યક્તિ પોતાની સુવિધા મુજબ કારમાં ચાલતી ફિલ્મ જોઈ શકે છે

India

હવે વિદેશની જેમ ભારતમાં પણ તમે ઓપન થિયેટરમાં તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકશો. રિલાયન્સ ભારતમાં પહેલો ‘સિનેમા હોલ’ ખોલવા જઈ રહી છે જે છત પર હશે. તેનું નામ Jio ડ્રાઇવ-ઈન થિયેટર હશે. તે સંપૂર્ણપણે ઓપન એર થિયેટર હશે એટલે કે લોકો ખુલ્લામાં બેસીને મૂવી જોવાનો આનંદ માણી શકશે. આ ભારતનું પ્રથમ ‘રૂફ ટોપ, ઓપન એર થિયેટર’ હશે. કોરોનાના કારણે સિનેમા જગત પર ઘણી ખરાબ આસર પડી છે તે અસરને જોતા રિલાયન્સનું આ પગલું મોટું માનવામાં આવી રહ્યું છે. આ ઓપન થિયેટર મુંબઈમાં ખોલવામાં આવશે.

કોરોના મહામારીની અસર થિયેટરના વ્યવસાય પર સૌથી વધુ અસર જોવા મળી હતી. જો કે હવે થિયેટરો ખુલી રહ્યા છે, ત્યાં જતા લોકોને ચેપ લાગવાનું જોખમ છે. તેનાથી બચવા માટે સમગ્ર વિશ્વમાં ઓપન એર થિયેટરનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે. દુનિયામાં આવા પ્રયોગો થઈ ચૂક્યા છે પરંતુ તેનો બિઝનેસ એટલો અસરકારક રહ્યો નથી. હવે આ સિસ્ટમ સંક્રમણના સમયગાળા દરમિયાન ફરીથી અમલમાં આવી રહી છે.

આ પણ વાંચો ;મુસાફરી મોંઘી / તહેવારમાં પડ્યો મોંઘવારીનો માર, બસના ભાડામાં પણ 50 ટકાનો વધારો

આ પ્રકારનું થિયેટરનું નિર્માણ ખુલ્લી હવામાં અથવા ટેરેસ પર કરવામાં આવે છે. તેથી લોકોમાં એકબીજાનું સંક્રમણ ફેલાતું નથી. મીડિયામાં એવા ઘણા સમાચાર અને તસવીરો સામે આવી રહ્યા છે જેમાં લોકો પોતાની કારમાં સિનેમાની મજા માણતા જોવા મળે છે અથવા સિનેમાની મોટી સ્ક્રીનની સામે અલગ ચેમ્બરમાં બેસીને ફ્લિમ જોતાં જોવા મળે છે. આવા થિયેટરમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ સંપૂર્ણ પણે ધ્યાન રાખવામાં આવે છે. રિલાયન્સ પણ કઇંક આવા ઓપન એર થિયેટર બનાવવા જઈ રહી છે, જેનું નામ જિયો ‘ડ્રાઈવ-ઈન’ થિયેટર હશે.

આવા થિયેટરોમાં એક વિશાળ આઉટડોર સ્ક્રીન હોય છે જેના પર વ્યક્તિ પોતાની સુવિધા મુજબ કારમાં ચાલતી ફિલ્મ જોઈ શકે છે. અવાજ માટે રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે અથવા એક્સટર્નલ સ્પીકર્સ લગાવેલા હોય છે. આવા થિયેટરોમાં સોશિયલ ડિસ્ટન્સને અનુસરીને સિનેમા જોવાનો આનંદ માણી શકાય છે. વિદેશમાં આવા પ્રકારના થિયેટર જોવા મળે છે જે ટૂંક સમયમાં ભારતમાં પણ હશે.

આ પણ વાંચો ;રાજકોટ /  સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં કાલથી દિવાળી વેકેશન પડી જશે