Not Set/ ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરનો આ શોટ જોઇ તમને તમારી આંખો પર નહીં થાય ભરોસો

ક્રિકેટની રમતમાં ઘણીવાર આપણને એવા શોટ્સ જોવા મળી જતા હોય છે, જેને જો આપણે આપણી આંખે ન જોઇએ તો તેના પર ભોરોસો પણ કરી શકતા નથી.

Sports

ક્રિકેટની રમતમાં ઘણીવાર આપણને એવા શોટ્સ જોવા મળી જતા હોય છે, જેને જો આપણે આપણી આંખે ન જોઇએ તો તેના પર ભોરોસો પણ કરી શકતા નથી. આવો જ એક શોટ તાજેતરમાં ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટરનાં બેટથી નીકળ્યો છે.

ભારતીય મહિલા ટીમ સામે રમાયેલી સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે સીરીઝ 2-1થી જીતી લીધી હતી. ત્રીજી ટી-20 મેચ દરમ્યાન ઈંગ્લેન્ડનાં ઓપનર ટેમી બ્યુમોંટે વિકેટ પાછળથી શાનદાર શોટથી બાઉન્ડ્રી ફટકારી હતી, ત્યારબાદથી ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે રમાયેલી સીરીઝની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. ક્રિકેટ ચાહકો સીરીઝને નજીકથી જોઇ રહ્યા હતા અને મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરતા હતા. ફિલ્ડમાં ઘણા પ્રદર્શનો વચ્ચે ટેમી દ્વારા બાઉન્ડ્રી (ચોક્કા) માટે રમાયેલો શોટ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ટેમીની સાથે ક્રીઝ પર ડેનિઅલ વ્યાટ હતી. પૂનમ યાદવે ત્રીજી ઓવરનો છેલ્લો બોલ સ્ટ્રાઈક પર ઉભેલી ટેમીને ફેંક્યો હતો. ટેમીએ, આ બોલનો સુંદર જવાબ આપતા, વિકેટની પાછળ પગ ખેંચીને શોટ રમ્યો હતો. બોલને રોકવા માટે બાઉન્ડ્રીની પાસે ઉભેલી ભારતીય ખેલાડી શેફાલી વર્માએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ થઈ નહી. જો કે ચાહકોને ઇંગ્લિશ ઓપનર દ્વારા રમવામાં આવેલો આ શોટ ખૂબ પસંદ આવ્યો હતો. આ ખરેખર એક જોખમી શોટ તો હતો, પરિણામે 4 રન આવ્યા હોવાથી, અંગ્રેજી શિબિરમાં કોઈને કોઇ ફરીયાદ નહોતી. જોકે, ટેમી લાંબી ઈનિગ્સ રમી શકી ન હોતી અને 2 ચોક્કાની મદદથી 15 બોલમાં 11 રન બનાવીને આઉટ થઇ હતી.

મેચ વિશે વાત કરીએ તો, પહેલા બેટિંગ કરતી વખતે સ્મૃતિ મંધાના (51 માંથી 70) અને હરમનપ્રીત કૌર (26 માંથી 36) એ ટીમને 20 ઓવરમાં 153/6 બનાવ્યા હતા. ચાહકોને ખરેખર ખાતરી થઈ ગઇ હતી કે તેની ટીમ સંભવતઃ સીરીઝ ટકાવી રાખવામાં અને જીતવા માટે સક્ષમ હશે. જોકે, ઈંગ્લેંડ મહિલા ક્રિકેટરની સારી બેટિંગથી તેમનો પ્લાન નિષ્ફળ ગયો હતો. ડેની વાયટે 56 બોલમાં 89 રન કરીને તેની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ટીમ મેચ અને સીરીઝને 18.4 ઓવરમાં 154 રન બનાવીને જીતવામાં સફળ રહી હતી. વાયટને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. બીજી તરફ, સહાયક ભૂમિકા ભજવનારા નટ સાઇવરને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ મળ્યો હતો.