Not Set/ આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ, જાણીલો તમે પણ

SBI ગ્રાહકો આ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. SBIએ ગ્રાહકોને પડતી અસુવિધા બદલ માફી પણ માંગી છે.

Business
Untitled 23 આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ, જાણીલો તમે પણ

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેના કરોડો ગ્રાહકો માટે  ખરાબ સમાચાર આવ્યા છે  . જે અંતર્ગત  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાદ્વારા કહેવામાં આવ્યું છે કે 4 અને 5 સપ્ટેમ્બરના કેટલાક કલાકો માટે ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ સહિત 7 પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. આ સમય દરમિયાન આ સેવાઓ ખોરવાઈ જશે. જેની  ગ્રાહકોએ નોંધ લેવી .

આ પણ વાંચો :કોરોના મહામારીમાં નિષ્ફળ નીવડતા જાપાનના વડાપ્રધાન રાજીનામું આપશે

બેંકે માહિતી આપી છે કે જાળવણી પ્રવૃત્તિઓ માટે 4 અને 5 સપ્ટેમ્બરની રાત્રે આ બેન્કિંગ સેવાઓ  ત્રણ કલાક માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સમય દરમિયાન SBI ગ્રાહકો આ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. SBIએ ગ્રાહકોને પડતી અસુવિધા બદલ માફી પણ માંગી છે.

આ પણ વાંચો : દિલ્હી વિધાનસભામાં મળી સુરંગ, લાલ કિલ્લા સુધી પહોંચવાનો ગુપ્ત રસ્તો

 

SBIએ આ અંગે સત્તાવાર ટ્વીટ દ્વારા માહિતી આપી છે. ટ્વીટમાં એસબીઆઈએ કહ્યું છે કે “જાળવણી પ્રવૃત્તિઓ 4 સપ્ટેમ્બરના બપોરે 22:35થી 5 સપ્ટેમ્બરના રોજ 01:35 વાગ્યા સુધી ચાલશે. ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઈટ, યોનો બિઝનેસ અને આઈએમપીએસ અને યુપીઆઈ સેવાઓ આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ વાંચો :વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 150 મિલિયન ફોલોઅર્સ થયા