Not Set/ આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે પણ સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો

રસોડામાં રોજબરોજ એવા ઘણા કામ વધી જાય છે જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો ગૃહીણી કરે છે, ઘણી વખત નાની નાની વસ્તુની જાણકારી હોય તો રસોડામાં ઘણી મદદ મળે છે

Tips & Tricks Lifestyle

રસોડામાં રોજબરોજ એવા ઘણા કામ વધી જાય છે જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો ગૃહીણી કરે છે. ઘણી વખત નાની નાની વસ્તુની જાણકારી હોય તો રસોડામાં ઘણી મદદ મળે છે. આજે અહીં એવી જ કેટલી ટિપ્સ આપી છે જે રોજબરોજ ઉપયોગી બની રહેશે.

રસોઈ ટિપ્સ

*       ઘીને દાણાદાર બનાવવા તે અડધું તૈયાર થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી છંટકારવું.

*       બટાકાની પેટીસ બનાવતી વખતે બાફેલા બટાકા ઠંડા થયા પછી જ છૂંદો કરવો. આનાથી પૂરણ ચીકણુ નહીં થાય.

*       જો વાનગી તળતી વખતે તેલ અથવા ઘીમાં ફીણ દેખાય તો આમલીના ૩૪ બી નાંખવા. ફીણ બેસી જશે.

*       દહીંવડાં સફેદ અને સ્વાદિષ્ટ બનાવવા અડદની દાળમાં થોડો મેંદો મિક્સ કરવો.

*       દહીં મેળવતી વખતે નાળિયેરના ટુકડા નાંખવાથી તે બે-ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય.

*       સાદા તવાને નોનસ્ટિક બનાવવા તવા પર થોડીવાર નમક શેકવું. ત્યાર બાદ તેલ અથવા ઘી લગાડી કંઈ પણ બનાવો ચોંટશે નહીં.

*       શાકની ગ્રેવીનો રંગ અને સ્વાદ વધારવા ગેસ પરથી ઉતારી લીધા બાદ ચપટી ભરીને કૉફી મિક્સ કરવી.

*       રોટલી વણવાની થોડી મિનિટ અગાઉ વેલણને ફ્રીઝમાં મૂકવું. આનાથી વેલણ પર લોટ ચોંટશે નહીં.

*       મકાઈના લોટમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલી વણતી વખતે તૂટી જશે નહીં.

*       લોટના ડબામાં તેજ પત્તા રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબા સમય સુધી સારો રહેશે.

*       ઘરે રૃમાલી રોટી બનાવવા રોટલીને

પાતળી વણવી. કઢાઈને ઊલટી મૂકી ગરમ કરવી અને રોટલીને તેના પર શેકવી.

*       શાક અથવા દાળમાં નમક વઘુ પડી ગયું હોય તો કાચા બટેટાની સ્લાઈસ નાંખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઘટી જશે.