Covid-19/ ઈન્ડોનેશિયાનાં આ શખ્સે કોવિડથી બચવા કર્યુ એવુ જાણીને તમે પણ ચોંકી જશો

કોવિડ રોગચાળો ન આવે તે માટે એક વ્યક્તિએ આખી ફ્લાઇટ બુક કરાવી હતી. ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિએ ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે એવુ કર્યુ જે જાણીને તમે પણ ચોંકી જશો…

World

કોવિડ રોગચાળો ન આવે તે માટે એક વ્યક્તિએ આખી ફ્લાઇટ બુક કરાવી હતી. ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિએ ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે એવુ કર્યુ જે જાણીને તમે પણ ચોંકી જશો. રિચર્ડ મુલ્ઝાદીએ 4 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર ખાલી ફ્લાઇટમાં બેઠેલી પોતાની એક તસવીર શેર કરી હતી.

લોકોને સંક્રમણ ટાળવા માટે એકબીજાથી યોગ્ય અંતર જાળવવા સલાહ આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે લોકો છેલ્લા એક વર્ષથી મુસાફરી કરવાનુ ટાળી રહ્યા છે, ત્યારે આવા સંજોગેને ધ્યાને લઇને ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિએ મુસાફરી કરવા માટે આખું વિમાન બુક કરાવ્યું હતું. એક ઇન્ડોનેશિયાનાં શખ્સે પોતાની પત્નિની સાથે સુરક્ષિત મુસાફરી કરવા માટે કોવિડનાં ભયથી આખુ વિમાન જ બુક કરાવી દીધુ હતું, જકાર્તાનાં વ્યક્તિ, રિચાર્ડ મુલ્ઝાદીએ વિમાનની તસવીરો પોસ્ટ કરી હતી, જ્યાં તે અને તેની પત્નિ એક માત્ર મુસાફર હતા. કોવિડનાં ડરનો સામનો કરવા રિચાર્ડ મુલ્ઝાદીએ આ પદ્ધતિ અપનાવી હતી.

https://www.instagram.com/p/CJsfjVHADr5/?utm_source=ig_embed

રિચાર્ડ તેની ભવ્ય જીવનશૈલી માટે પ્રખ્યાત છે, આ અઠવાડિયાની શરૂઆતમાં તેણે જકાર્તાથી બાલી માટે તેની પત્ની સાથે ઉડાન ભરી, ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા, જેમાં તે અને તેની પત્નિ વિમાનમાં દેખાય છે અને દરેક સીટ ખાલી હતી. જોકે, તેણે સ્પષ્ટ કર્યું નથી કે તેણે ફ્લાઇટને ખાનગી રાખવા માટે કેટલું ચુકવ્યું હતું. તેણે કહ્યું કે મુસાફર વિમાનની બુકિંગ ચાર્ટર પ્લેન કરતા સસ્તી હતી, રિચાર્ડે કહ્યું કે તે અને તેની પત્ની શાલ્વિન ચાંગ વાયરસથી ખૂબ ડરે છે. બાટીક એરનું સંચાલન કરતી લાયન એરલાઇન્સ, રિપોર્ટ પ્રમાણે પુષ્ટિ થઈ હતી કે ફ્લાઇટમાં એક માત્ર મુસાફર રિચાર્ડ અને તેની પત્ની હતા. રિચાર્ડ એક મોટા ઇન્ડોનેશિયન ઉદ્યોગપતિ તરીકે પણ ઓળખાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…