TV/ તમારું જૂનું ટીવી હવે સુપર સ્માર્ટ બની જશે, માત્ર આટલા રૂપિયામાં,જાણો વિગત

શું તમારું ટીવી જૂનું છે? જો હા, તો આજે અમે તમારા માટે એક એવી ટ્રિક લઈને આવ્યા છીએ જે તમારા સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી શકે છે

Tech & Auto
4 33 તમારું જૂનું ટીવી હવે સુપર સ્માર્ટ બની જશે, માત્ર આટલા રૂપિયામાં,જાણો વિગત

શું તમારું ટીવી જૂનું છે? જો હા, તો આજે અમે તમારા માટે એક એવી ટ્રિક લઈને આવ્યા છીએ જે તમારા સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી શકે છે.ઉલ્લેખનીય છે કે એમેઝોને એક નવું ફાયર ટીવી સ્ટિક લાઇટ લૉન્ચ કર્યું છે જે ભારતીય માર્કેટમાં નવા એલેક્સા વૉઇસ રિમોટ લાઇટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેમાં હોટ કી બટન છે. તો ચાલો જાણીએ ભારતમાં Amazon Fire TV Stick Liteની કિંમત અને સુવિધાઓ.

સૌથી પહેલા તેની કિંમત વિશે વાત કરીએ તો તે  2,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તે એમેઝોન પરથી ખરીદી શકાય છે. 8GB સ્ટોરેજ સાથે આવે છે. તેમાં 1.7Ghz ક્વાડ-કોર પ્રોસેસર છે. તેમજ તેમાં તમને ફુલ એચડી રિઝોલ્યુશન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે હાઇ-ડેફિનેશન ટીવીને સપોર્ટ કરે છે. ઉલ્લેખનીય છે કે કે નવી Amazon Fire TV Stick Lite સંપૂર્ણપણે નવા રિમોટ સાથે આવે છે. ઉપરાંત Amazon Music, Amazon Prime Video અને Netflix માટે હોટકી બટનને સપોર્ટ કરે છે. ઉલ્લેખનીય છે કે તેમાં આપવામાં આવેલા વોઈસ બટનથી યુઝર્સ એલેક્સાને એક્ટિવેટ કરી શકે છે.

કંપનીએ એલેક્સા વોઈસ રિમોટમાં બ્લૂટૂથ સપોર્ટ આપ્યો છે. તેની ડિઝાઇનની વાત કરીએ તો તે જુના વર્ઝન જેવું લાગે છે. જો કે, વજનના સંદર્ભમાં, નવી એલેક્સા વૉઇસ રિમોટ લાઇટ છે જે જૂના કરતાં 42.5 ગ્રામ વજનમાં હલકો છે. .