Bollywood/ ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન પર લાગ્યા જાતીય સતામણીના આરોપ, જાણો શું છે આ મામલો

ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે, જેમાં જિયા ખાનની બહેન કરિશ્માએ આરોપ લગાવ્યો છે. સાજીદ ખાન પર આરોપ લગાવતા કરિશ્માએ કહ્યું કે, સાજીદ ખાને જિયાને સેકસ્યુઅલ હરેસ કરી હતી.

Entertainment
a 279 ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન પર લાગ્યા જાતીય સતામણીના આરોપ, જાણો શું છે આ મામલો

બોલીવુડ રૂપેરી પડદે વર્ષ દરમિયાન ઘણી બધી ફિલ્મો ઘણી બધી ફિલ્મો બનતી હોય છે, જેમાં ફિલ્મથી લઈ તમામ લોકોને લઈ ચર્ચાઓ થતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો પર જાતીય સતામણીનો આરોપ લાગતા આવ્યા છે, જેમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે.

હવે ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે, જેમાં જિયા ખાનની બહેન કરિશ્માએ આરોપ લગાવ્યો છે. સાજીદ ખાન પર આરોપ લગાવતા કરિશ્માએ કહ્યું કે, સાજીદ ખાને જિયાને સેકસ્યુઅલ હરેસ કરી હતી.

હકીકતમાં, જીયા ખાનની મોત પર બનેલી એક ડોકયુમેન્ટરીમાં જિયા ખાનની બહેન કરિશ્માએ વાતચીતમાં સાજીદ ખાન પર આરોપ લગાવ્યા. જિયાની બહેને કહ્યું કે રિહર્સલનો સમય હતો. જ્યારે જિયા સ્ક્રીપ્ટ વાંચી રહી હતી. ત્યારે જિયાને સાજીદે ટોપ અને બ્રા ઉતારવાનું કહ્યું. જિયાને સમજણ ના પડી કે શું કરવું જોઈએ. તેણે કહ્યું કે શૂટિંગ હજુ શરુ નથી થયુંને આ બધું થવા લાગ્યું. જિયા ઘરે આવીને રડવા લાગી. આ ઘટના હાઉસફૂલના શૂટિંગ દરમિયાન બની હતી.

આપને જણાવી દઈએ કે, જિયા ખાનના મૃત્યુને લગભગ 7 વર્ષ થઇ ગયા છે. જેને આત્મહત્યા ગણવામાં આવી હતી. ત્યારબાદ જીયા ખાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘ડેથ ઇન બોલીવૂડ’ બાદ તે ફરી ચર્ચામાં આવી ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો