નુકસાન/ ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ઝોમેટોને મોટો ઝટકો, UK અને સિંગાપોરમાં બંધ કર્યો વ્યવસાય

ઓનલાઈન ફૂડ ડિલિવરી માટે જાણીતા, ઝોમેટો ને ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ઝોમેટો ને મોટો ઝટકો યુકે અને સિંગાપોરમાંથી પોતાનો વ્યવસાય શરૂ

Business
આ

ઓનલાઈન ફૂડ ડિલિવરી માટે જાણીતા, ઝોમેટોએ યુકે અને સિંગાપોરમાંથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો સમેટી લીધો છે. ઝોમેટોએ આ અંગે ભારતીય શેરબજારને પણ જાણ કરી છે. કંપનીનાં જણાવ્યા અનુસાર, યુકેમાં પેટાકંપની ઝોમેટો યુકે લિમિટેડ (ZUK) અને સિંગાપોરમાં ઝોમેટો મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (ZMPL) બંધ કરી દેવામાં આવી છે.

1 99 ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ઝોમેટોને મોટો ઝટકો, UK અને સિંગાપોરમાં બંધ કર્યો વ્યવસાય

આ પણ વાંચો – Tokyo Paralympics / શૂટિંગમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મનીષ નરવાલે જીત્યો ગોલ્ડ તો સિંહરાજને મળ્યો સિલ્વર મેડલ

આ અંગે ઝોમેટોએ એક નિવેદનમાં કહ્યુ છે કે, યુકે અને સિંગાપોરની પેટાકંપનીઓ તેના બિઝનેસ માટે મહત્વની નહોતાી. તેમના બંધ થવાના કારણે ઝોમેટોનાં બિઝનેસ કે આવક પર કોઈ અસર થશે નહીં. અગાઉ ઓગસ્ટમાં, ઝોમેટોએ તેની યુએસ પેટાકંપની બંધ કરી દીધી હતી. વળી, તેણે નેક્સટેબલ ઇન્કમાં પોતાનો હિસ્સો $ 1,00,000 માં વેચ્યો હતો. જણાવી દઈએ કે, ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ઝોમેટોને 360.7 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ છે. તાજેતરમાં, કંપનીએ જણાવ્યું હતું કે, ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ પણ વધ્યો છે અને તે હવે 1,259.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

1 98 ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં ઝોમેટોને મોટો ઝટકો, UK અને સિંગાપોરમાં બંધ કર્યો વ્યવસાય

આ પણ વાંચો – Delhi / સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશે અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો, કહ્યું – જ્યારે દિલ્હીમાં બધું ખુલ્લું છે, મંદિર કેમ નહીં; કહ્યું – પ્રાર્થના એ છેલ્લી આશા છે

આપને જણાવી દઈએ કે, ઝોમેટો જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ થઇ હતી. કંપનીનાં શેરની કિંમત ઓલટાઈમ હાઈ પર છે. શુક્રવારે શેરનો ભાવ રૂ.152 પર પહોંચ્યો હતો. જો કે ટ્રેડિંગનાં અંતે ઝોમેટોનાં શેરનો ભાવ 149.65 અથવા 8.80 ટકાનાં વધારા સાથે બંધ થયો હતો. જો આપણે માર્કેટ કેપિટલની વાત કરીએ તો તે 1,17,403 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.