Nature/ કબુતરના કુળનું આ પક્ષી હરીયલ મહારાષ્ટ્ર રાજ્યનું સ્ટેટ બર્ડ જાહેર થયેલું છે

રંગ રચના એવી છે કે વૃક્ષ ઉપર જયાં સુધી ઉડે કે હલચલ ન કરે ત્યાં સુધી દેખાય નહીં. ઊડતી વખતે પાંખો ફડફડાવતો અવાજ આવે ત્યારે ખબર પડે કે કઈ જગ્યાએ તે બેઠેલું હતું.

Ajab Gajab News Trending
exam 4 કબુતરના કુળનું આ પક્ષી હરીયલ મહારાષ્ટ્ર રાજ્યનું સ્ટેટ બર્ડ જાહેર થયેલું છે

રંગીલું હરીયલ : હરીયલ ટોળામાં ઘાસચારામાં ફરે અને વૃક્ષ કે છતની ઉપર વહેલી સવારે નાજુક તડકામાં પાંખ ફેલાવી તડકો ખાવાની મઝા લૂંટે. સામાન્ય રીતે દંપતી/ Couples એક સાથે વૃક્ષની ડાળી ઉપર બેઠેલાં જોવાનો લ્હાવો મળે તો મનમાં આનંદની લહેરખી ઉઠે. તેઓ જમીન ઉપર ભાગ્યેજ ઉતરે અને જીવન વૃક્ષ ઉપર વધારે નિભાવે છે. આમેય પક્ષીઓ જોવાનો લ્હાવો લેવો હોય તો હંમેશા ઊંચેજ જોવું પડે. કબુતરના કુળનું આ પક્ષી હરીયલ મહારાષ્ટ્ર રાજ્યનું સ્ટેટ બર્ડ જાહેર થયેલું છે. તેમની સંખ્યા મહારાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. નર અને માદા હરીયલ દેખાવે સરખા હોય છે. તેઓનું માથું રાખોડી રંગનું અને સુંદર પીઠ લીલી છાય વાળી વધારે પીળા રંગની હોય છે. ખભા પાસે આછી જાંબલી આભા દેખાય છે. ઝાંખી ગુલાબી અને જાંબલી ઝાંયવાળી આંખ તેના રૂપમાં ચાર ચાંદ લગાવી દે છે અને પીળા નીઓન લાઈટ જેવા નારંગી રંગના પગ હોય છે. તેની ચાંચ સફેદ અને આગલા ભાગથી સફેદ રંગની હોય છે. પૂંછડી નીચેથી સફેદ પણ તેમાં રતુંમબડા રંગના પટાવાળી હોય છે. તેની સંપૂર્ણ રંગરેખા જુવો તો ચોક્કસ સુંદર અને અજાયબ પક્ષી લાગે.

jagat kinkhabwala કબુતરના કુળનું આ પક્ષી હરીયલ મહારાષ્ટ્ર રાજ્યનું સ્ટેટ બર્ડ જાહેર થયેલું છે

જંગલ અને તેની આસપાસના ગીચ ઝાડી વાળા વિસ્તારમાં પોતાના જૂથમાં વસે છે. ગામતળના અવાવરૂં વિસ્તારમાં હોય પણ હવે ભૌતિક વિકાસની ડોટમાં શહેર અને ગામ પાસે ભાગ્યેજ જોવા મળે અને જ્યારે માનવી તેને જુવે ત્યારે નવીનતમ પક્ષી જોઈને આશ્ચર્ય પામે અને વિચારે કે આ કેવું જુદું કબૂતર છે! રંગ રચના એવી છે કે વૃક્ષ ઉપર જયાં સુધી ઉડે કે હલચલ ન કરે ત્યાં સુધી દેખાય નહીં. ઊડતી વખતે પાંખો ફડફડાવતો અવાજ આવે ત્યારે ખબર પડે કે કઈ જગ્યાએ તે બેઠેલું હતું. વડ, પીપળો જેવા ફાયકસ કુળનાં મોટા વૃક્ષ જ્યાં હોય ત્યાં તેના ટેટા ખાવા માટે વધારે સંખ્યામાં રહેવાનું પસંદ કરે. ફળ તે તેમનો પ્રિય ખોરાક છે અને વૃક્ષ ઉપરથી ફળ આરોગવા માટે મજબૂત પગથી ઉભા, આડા અને ઊંધા ચત્તા થતાં જોઈ કૃતુહલ પામીએ. જંગલના વિકાસ માટે તેઓ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. તેઓ જે ફળ ખાય તેના બીયાં પેટમાં જાય અને જ્યારે અઘારમાં તેની ચરક સાથે ચઢેલાં ઉગવા લાયક બીયાં જ્યાંત્યાં ફેલાવે ત્યાં નવા વૃક્ષ ઉગી નીકળે છે અને કુદરતની આ પ્રક્રિયામાં પોતાનો આગવો ફાળો આપે છે.

exam 2 કબુતરના કુળનું આ પક્ષી હરીયલ મહારાષ્ટ્ર રાજ્યનું સ્ટેટ બર્ડ જાહેર થયેલું છે

માર્ચ મહિનાથી શરુ થઇ ઉનાળામાં અને જૂન મહિનાનાં અંત સુધીમાં ચોમાસું બેસતા પહેલા તેમની પ્રજનનની ઋતુ હોય છે. માર્ચ મહિના સાતેહ સાથે પોતાની જોડી બનાવી લે છે અને વર્ષો વર્ષ તેઓ પોતાના જોડીદાર સાથે સંવનન થકી ઈંડા મૂકે છે. ખંતીલા નર અને માદા હરીયલ બંને ભેગા મળીને સળીઓ ભેગી કરીને વૃક્ષમાં માળો બનાવે છે. તેઓનો માળો ત્રણ જેટલી થોડીક જાડી ડાળીઓ ભેગી થતી હોય તેવી વૃક્ષની બખોલમાં બનાવે છે અને આવો માળો બનાવતાં પાંચથી છ દિવસનો સમય લાગે છે. માદા ગર્ભ ધારણ કરે તેટલે માળો બનાવવાનું શરુ કરી દે છે. તેમનો માળો ઊંડો કપ આકારનો હોય છે અને તેમાં ડાળીઓ ઉપરાંત સળીઓ અને પાંદડાનો ઉપયોગ કરે છે અને રંગેરૂપે એવી ગોઠવણી કરે છે કે તે વૃક્ષની રચના અને રંગમાં પોતે અને માળો ભળી જાય જેથી બીજા શિકારી પક્ષીને જલદી ખબરના પડે. માળાને સુંવાળો બનાવવા માટે કરોળિયાના જાળા અને છોડના નાજુક મુળીયાનો ઉપયોગ કરી પોચો ગાદીદાર બનાવે છે.

exam 5 કબુતરના કુળનું આ પક્ષી હરીયલ મહારાષ્ટ્ર રાજ્યનું સ્ટેટ બર્ડ જાહેર થયેલું છે

(ફોટો સહયોગ: શ્રી દિપક પરીખ અને શ્રી મનીષ પંચાલ) 

એક સમયે માદા એક અથવા બે ઈંડા મૂકતી હોય છે. ઈંડા સેવવાનું કામ બંને સાથીઓ સહિયારી જવાબદારીથી નિભાવે છે. બે માંથી એક જ્યારે ઈંડાને સેવતું હોય ત્યારે જોડીદાર બહાર જઈ ખોરાક ખાઈને પોતાના ભાગીદાર માટે ખોરાક લઇ આવે છે. ઈંડા સેવવાનું કામ લગભગ ૨૧ દિવસ ચાલે છે. ઈંડાને સેવવા માટે શરૂઆતમાં તે એક સાથે ૨૦ થી ૩૦ મિનિટ સુધી ચાલે છે જેથી તેને જરૂરી તાપમાન લગભગ ૯૦ સેન્ટિગ્રેડ તાપમાન મળી રહે અને તે માટે તે આ સમય ગાળામાં સતત એકજ અવસ્થામાં ૧૫ મિનિટ બેસી રહે અને ત્યારબાદ ઉઠીને એક દિશાથી બીજી દિશામાં બેસીને ઈંડાને સેવવાની પ્રક્રિયા શિસ્તબદ્ધ રીતે ચાલુ રાખે છે. એક સાથે બેસી રહી ઈંડા સેવવાનો સમય ધીરેધીરે ઘટતો જાય છે. તેઓનો અવાજ સંગીતમય હોય છે અને વ્હીટ -વા -હૂં અને હૂં -હૂં જેવો અવાજ કાઢે છે.

@જગત કીનખાબવાલા, સ્પેરોમેન

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ, સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!