ભયંકર/ માનવ ખોપરી મોઢામાં દબાવીને લઇ જઈ રહ્યો હતો શ્વાન, પોલીસ તપાસમાં સામે આવી ખતરનાક કહાની

પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી અહીં ઘણા લોકોના ગુમ થવા અને હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

World Trending
શ્વાન

મેક્સિકોના જાકાટેકસથી એક ભયંકર ઘટના સામે આવી છે. અહીં ઓક્ટોબરમાં લોકોએ એક શ્વાનને માનવ ખોપરી પકડીને જતાં જોયો હતો, થોડા દિવસો પછી અન્ય એક શ્વાન માનવ હાથ લઇ જતાં જોવા મળ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જ્યારે મેક્સિકન પોલીસ એક્શનમાં આવી અને તપાસ શરૂ કરી, ત્યારે એક ભયાનક વાર્તા સામે આવી.

લોકોની માહિતી પર મેક્સિકો પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. દરમિયાન, પોલીસને જમીનમાં દટાયેલા માનવ અવશેષોથી ભરેલી 53 બેગ મળી આવી છે. આ મામલો ઈરાપુઆતો શહેરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ કહ્યું કે આ 53 બેગમાંથી મળેલા માનવ અંગો એક વ્યક્તિના છે કે ઘણા લોકોના તે તપાસ બાદ જ કહી શકાશે. જોકે, પોલીસનો દાવો છે કે શ્વાન તેના મોઢામાં જે શરીરના અંગો લઈ રહ્યો હતો તે 32 વર્ષીય વ્યક્તિના હતા.

ડ્રગ માફિયાઓનો હાથ હોઈ શકે છે

પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી અહીં ઘણા લોકોના ગુમ અને હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ 32 વર્ષીય યુવકની પણ ડ્રગ માફિયાઓએ નિર્દયતાથી હત્યા કરી હતી અને માનવામાં આવે છે કે 53 બેગમાંથી મળી આવેલા અવશેષો પાછળ ડ્રગ ડીલરોનો હાથ હોઈ શકે છે. અહેવાલો અનુસાર, છેલ્લા એક મહિનામાં ગુઆનાહુઆટોમાં 300 લોકો અચાનક ગાયબ થઈ ગયા અને પછી મૃત મળી આવ્યા.

આ પણ વાંચો:મોરબી બ્રિજ અકસ્માતમાં SCએ હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર, કહ્યું- ગુજરાત HC….

આ પણ વાંચો:પત્ની સહિત 4 પુત્રોની હત્યા કર્યા બાદ પતિએ કરી આત્મહત્યા

આ પણ વાંચો:મારું સદ્ભાગ્ય છે કે સંતોએ મને આશીર્વાદ આપ્યા : PM નરેન્દ્ર મોદી