quit/ દિકરીઓ અભ્યાસ પુર્ણ કરતી નથી

અભ્યાસ માટે તેમને શહેરમાં કે અન્ય ગામમાં જવુ પડે

Gujarat

દિકરી બચાવો, દિકરી પઢાવોની વાત અને જાહેરાતો વારંવાર સાંભળવા મળે છે. પરંતુ સત્યતા કંઇક જુદી છે. દિકરીઓ અભ્યાસ તો કરે છે પરંતુ અધુરો.. એક સર્વે પ્રમાણે અભ્યાસ અધુરો રાખતી વિદ્યાર્થિઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બેટી બચાવોની વાત તો આપણે કરી લીધી પરંતુ હવે ચર્ચા કરવાની છે બેટી પઢાવોની.

ધોરણ 6 સુધી 1.5 ટકા વિદ્યાર્થિઓ અભ્યાસ છોડી દેતા હોય છે તેમાંથી 74 ટકા લોકો ધો-8માં પ્રવેશ મેળવે છે

એક સર્વે અનુસાર ગુજરાતમાં છોકરીઓ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ પુર્ણ કરતી નથી. શાળા અધવચ્ચે જ છોડે છે. આંકડાકીય માહિતી અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્ધારા રજૂ કરાયેલા અહેવાલ પ્રમાણે રાજ્યની 30 ટકા છોકરીઓ ધોરણ 9 સુધી અભ્યાસ કરી અધવચ્ચે જ શાળા છોડી દે છે. જ્યારે 57 ટકા જેટલી છોકરીઓ ધો-11 પછી શાળા છોડે છે. તો વળી ધોરણ 6 સુધી 1.5 ટકા વિદ્યાર્થિઓ અભ્યાસ છોડી દેતા હોય છે. તેમાંથી 74 ટકા લોકો ધો-8માં પ્રવેશ મેળવે છે. આ રેસીયામાં વધારો જોવા મળે છે.

અભ્યાસ માટે તેમને શહેરમાં કે અન્ય ગામમાં જવુ પડે, પણ તેનો ટ્રાન્સપોર્ટ ખર્ચ વાલીને પોસાતો નથી

જો કે આ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. રાજ્યના અનેક ગામડા છે જ્યાં હાઇસ્કુલ નથી,માટે છોકરીઓ અભ્યાસ અધુરો છોડે છે. કારણ કે વધારે અભ્યાસ માટે તેમને શહેરમાં કે અન્ય ગામમાં જવુ પડે, પણ તેનો ટ્રાન્સપોર્ટ ખર્ચ વાલીને પોસાતો નથી.

સર્વેમાં રસપ્રદ વાત એ છે કે ધોરણ 1 થી6 સુધી છોકરાઓ કરતા પણ છોકરીઓની નોંધણી વિશેષ થતી હોય છે

તો અન્ય કારણ એ પણ છે કે સલામતીનો પ્રશ્ન હોવાથી માતા-પિતા વધારે અભ્યાસ માટે દિકરીઓને બહાર નથી મોકલતા. પોતાના ગામમાં જેટલો અભ્યાસ કરાવી શકે તેટલો જ કરાવે છે. સર્વેમાં રસપ્રદ વાત એ છે કે ધોરણ 1 થી6 સુધી છોકરાઓ કરતા પણ છોકરીઓની નોંધણી વિશેષ થતી હોય છે. પરંતુ અફસોસ કે તેમને આગળ જતા અભ્યાસ અધુરો છોડવો પડે છે. આ સંદર્ભે સરકારે પણ વધુ કમર કસવાની જરૃર છે અને માતા-પિતાએ પણ દિકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાની જરૃર છે.