Not Set/ અંબાજી શક્તિ પીઠના દ્વાર પાસેથી દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો

અંબાજીઃ દેશના શક્તિ પીઠ પૈકીના એક અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો. ગેટ બાસે 600 ગ્રામ ગંધક સાથે છરાનું મિશ્રણ હતું. કોઇએ બસમાંથી આ પદાર્થ ફેક્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પ્રાથમિક મીડિયા અહેવાલ અનુસાર બોમ્બ એક કાગળમાં વીંટળાઈને મુકવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ડોગ સ્ક્વોડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ […]

Gujarat
24 અંબાજી શક્તિ પીઠના દ્વાર પાસેથી દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો

અંબાજીઃ દેશના શક્તિ પીઠ પૈકીના એક અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો. ગેટ બાસે 600 ગ્રામ ગંધક સાથે છરાનું મિશ્રણ હતું. કોઇએ બસમાંથી આ પદાર્થ ફેક્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

પ્રાથમિક મીડિયા અહેવાલ અનુસાર બોમ્બ એક કાગળમાં વીંટળાઈને મુકવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ડોગ સ્ક્વોડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. પોલીસ હાલ CCTV ફૂટેજ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાંથી એટીએસની ટીમે આઇએસઆઇએસના બે આતંકવાદીઓના ચોટીલા મંદિરને ફૂંકી મારવાની યોજનાને નિષ્ફળ બનાવી છે ત્યાં અંબાજી મંદિર પાસેથી બોમ્બ મળી આવતા રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.