Not Set/ અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા એડવોકેટ બાબર કાદરીની ગોળી મારી હત્યા કરી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા એડવોકેટ બાબર કાદરીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પોલીસને મળેલી માહિતી અનુસાર બંદૂકધારીઓએ તેના ઘરે બાબર કાદરીને ગોળી મારી હતી. બાબર કાદરીનું ઘર શ્રીનગરના હવાલ વિસ્તારમાં છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ મામલામાં સધન તપાસ શરુ કરી દીધી હોવાનાં અહેવાલો સામે આવી રહ્યા છે.  Jammu and Kashmir: Visuals […]

Uncategorized
d7a8062175dde59bcecfaadab7062e1e 1 અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા એડવોકેટ બાબર કાદરીની ગોળી મારી હત્યા કરી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા એડવોકેટ બાબર કાદરીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પોલીસને મળેલી માહિતી અનુસાર બંદૂકધારીઓએ તેના ઘરે બાબર કાદરીને ગોળી મારી હતી. બાબર કાદરીનું ઘર શ્રીનગરના હવાલ વિસ્તારમાં છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ મામલામાં સધન તપાસ શરુ કરી દીધી હોવાનાં અહેવાલો સામે આવી રહ્યા છે. 

આપને જણાવી દઇએ કે બાબર કાદરી પ્રખ્યાત વકિલ છે અને ઘણીવાર ટીવી ચર્ચાઓમાં શામેલ રહે છે. જો કે, હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનું કારણ શું છે. આપને જણાવી દઈએ કે જુલાઇની શરૂઆતમાં બાંદીપોરા જિલ્લામાં ભાજપના નેતાને પણ આતંકીઓએ ઠાર માર્યા હતા.

સ્થાનિક ભાજપ નેતા શેખ વસીમ બારી સહિતના પરિવારના ત્રણ સભ્યોની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બાંદીપોરા પોલીસ સ્ટેશન નજીક બનેલી ઘટનામાં આતંકવાદીઓએ વસીમ બારીના ભાઈ અને પિતા ઉપર પણ ફાયરિંગ કર્યું હતું, બંનેને ઈજા પહોંચતા તેઓએ જીવ ગુમાવ્યો હતો. વસીમ બારી બાંદીપોરા જિલ્લાના પૂર્વ ભાજપ અધ્યક્ષ પણ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews