Not Set/ અનલોક 4/ જામનગરનું સુભાષ શાક માર્કેટ છ માસ બાદ ફરી શરૂ, વેપારીઓમાં જામ્યો ખુશીનો માહોલ

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર  લોકડાઉન સમય થી બંધ રહેલ જામનગર શહેરની મોટી સુભાષ શાક માર્કેટ હવે ફરી શરૂ કરી દેવામાં આવી છે.તંત્ર દ્વારા કોવિડ-19 ની સંપૂર્ણ ગાઈડલાઈન નું પાલન કરવાની સૂચના આપી સુભાષ શાક માર્કેટ શરૂ કરાતા વેપારીઓમાં ખુશી ની લાગણી છવાઈ છે.જો કે, શાક માર્કેટ ખોલવાનો સમય મર્યાદિત રાખવામાં આવ્યો છે.  જામનગર […]

Gujarat Others
9678d0be6fee70644bf7f7ea907fdac7 અનલોક 4/ જામનગરનું સુભાષ શાક માર્કેટ છ માસ બાદ ફરી શરૂ, વેપારીઓમાં જામ્યો ખુશીનો માહોલ

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર 

લોકડાઉન સમય થી બંધ રહેલ જામનગર શહેરની મોટી સુભાષ શાક માર્કેટ હવે ફરી શરૂ કરી દેવામાં આવી છે.તંત્ર દ્વારા કોવિડ-19 ની સંપૂર્ણ ગાઈડલાઈન નું પાલન કરવાની સૂચના આપી સુભાષ શાક માર્કેટ શરૂ કરાતા વેપારીઓમાં ખુશી ની લાગણી છવાઈ છે.જો કે, શાક માર્કેટ ખોલવાનો સમય મર્યાદિત રાખવામાં આવ્યો છે. 

જામનગર શહેર ની રાજાશાહી વખત ની સુભાષ શાક માર્કેટ કોરોના કાળ વચ્ચે છ માસ અગાઉ બંધ કરી દેવાઈ હતી  અને સુભાષ શાક માર્કેટ ના વેપારીઓને જામનગર ની ભાગોળે ખુલ્લા મેદાન માં વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.ત્યારે જામનગર થી દુર. 5 કિમિ જેટલા અંતરે શાક ખરીદવા ગ્રાહકો નહિ આવતા આખરે સુભાષ શાક માર્કેટ ના વેપારીઓએ તંત્ર ને અનેક વખત રજૂઆતો કરી હતી.જેને પગલે વહીવટી તંત્ર એ આખરે સુભાષ શાક માર્કેટ શરૂ કરવા વેપારીઓને છૂટછાટો આપવામાં આવી હતી.

તંત્ર દ્વારા સુભાષ શાક માર્કેટ ના વેપારીઓને તેમજ શાક ખરીદવા આવતા ગ્રાહકોને ફરજિયાત આરોગ્ય તંત્ર ની ગાઈડલાઈન મુજબ સામાજિક અંતર અને મોઢા પર માસ્ક બાંધવા સૂચના આપવામાં આવી છે.તેમજ શાક માર્કેટ ખોલવા માટે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરાયો છે.

છેલ્લા છ માસથી આર્થિક રીતે ભાંગી પડેલા સુભાષ શાક માર્કેટ ના વેપારીઓમાં હવે ખુશી ની લહેર જોવા મળી છે.કારણ કે કેટલાક વેપારીઓનું કહેવું છે કે, માર્કેટ બંધ થતાં તેઓના ધંધા રોજગાર પર ભારે અસર પડી હતી અને પોતાનું ગુજરાન ચલાવી શકતા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.