Not Set/ અનામત દૂર કરવાની વાત કરી તો બીજેપીને ખેર નથીઃ માયાવતી

લખનઉઃ બહુજન સમાજ પાર્ટી (બસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવીતીએ ભાજપાના માર્ગદર્શક સંગઠન આરએસએસના પ્રવક્તા અને પ્રચારક પ્રમુખ મનમોહન વૈદ્ય દ્વારા દલિતો અને અન્ય પછાત જાતિને મળનાર અનામત દૂર કરવાની વાત કરતા વિવાદ શરૂ થઇ ગયો હતો. તેના જવાબમાં માયાવતીએ જણાવ્યું હતું કે, સંવિધાન અને દેશહિતમાં RSS સે પોતાની ખોટી જાતિવાદી માનસિક્તા બદલવાની જરૂર છે. માયાવતીએ પોતાના […]

Uncategorized
અનામત દૂર કરવાની વાત કરી તો બીજેપીને ખેર નથીઃ માયાવતી

લખનઉઃ બહુજન સમાજ પાર્ટી (બસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવીતીએ ભાજપાના માર્ગદર્શક સંગઠન આરએસએસના પ્રવક્તા અને પ્રચારક પ્રમુખ મનમોહન વૈદ્ય દ્વારા દલિતો અને અન્ય પછાત જાતિને મળનાર અનામત દૂર કરવાની વાત કરતા વિવાદ શરૂ થઇ ગયો હતો. તેના જવાબમાં માયાવતીએ જણાવ્યું હતું કે, સંવિધાન અને દેશહિતમાં RSS સે પોતાની ખોટી જાતિવાદી માનસિક્તા બદલવાની જરૂર છે. માયાવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, બસપા આરએસએસની અનામત સંબંધી ગેર બંધારણીય વિચારોને સફળ થવા દેવામાં નહી આવે.

આરએસએસના પ્રચારક પ્રમુખ વૈદ્યએ જયપુરમાં લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન અનામતને દૂર કરવા પર જોર આપ્યુ હતું. અને કહ્યું હતં કે, “આ કામ આપણે જ કરવાનું છે”

માયાવતિએ કહ્યું હતું કે, આરએસેસ અનામત વિરોધી નિવેદન, દ્રષ્ટીકોણ, દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે. કેમ કે, કેન્દ્રની ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર આરએસએસના ઇશારે જ ચાલે છે. તેમણે કહ્યું હતું કે, આ જ કારણ છે કે, દલિતો અને પછાત લોકોને મળનાર અનામત સંવિધાનીક સુવિધાને નિષ્ક્રિય અને નિષ્પ્રભાવી બનાવા સાથે સાથે તેને ખતમ કરવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્ય છે. માયાવતી વધુમાં ઉમેર્યું હતું કે, આરએસએસ પ્રમુખે પણ અનામતની સમીક્ષા કરવાની આડમાં આ સંવેધાનિક વ્યવસ્થાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દેણશાં તેના જબરજસ્ત વિરોધના લીધે તેનો પ્રયાસને રોકી દેવો પડ્યો હતો. હવે ફરી આ મામલને ઉઠાવ્યો છે. તેનું પરિણામ ભોગવવા માટે ભાજપ તૈયાર રહે.