Not Set/ અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષે  લગાવ્યો યૌન શોષણનો આરોપ , કંગનાએ કહ્યું- ધરપકડ કરો

લાગે છે કે બોલિવૂડમાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મી હસ્તી અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવી સનસનાટી મચાવી દીધી છે. વડા પ્રધાન કાર્યાલયને ટેગ કરતા પોતાના ટ્વિટમાં તેણે અનુરાગ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ કંગના રનૌત પણ પાયલના સમર્થનમાં આવી છે અને અનુરાગ […]

Uncategorized
82c838bd1077456107ad51c3959fc082 અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષે  લગાવ્યો યૌન શોષણનો આરોપ , કંગનાએ કહ્યું- ધરપકડ કરો

લાગે છે કે બોલિવૂડમાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મી હસ્તી અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવી સનસનાટી મચાવી દીધી છે. વડા પ્રધાન કાર્યાલયને ટેગ કરતા પોતાના ટ્વિટમાં તેણે અનુરાગ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ કંગના રનૌત પણ પાયલના સમર્થનમાં આવી છે અને અનુરાગ કશ્યપની ધરપકડ કરવાની માંગ કરી છે. દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી છે.

બળજબરીથી બાંધ્યો સંબંધ

પાયલે પોતાના ટ્વિટમાં કહ્યું કે અનુરાગ કશ્યપે તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા. મારી સાથે ખરાબ વર્તન કર્યું. વડા પ્રધાન નરેન્દ્રમોદીજી, કૃપા કરીને આ બાબતે પગલાં લો જેથી દેશ જાણે કે આ સર્જનાત્મક કામ કરનાર વ્યક્તિની પાછળ એક રાક્ષસ છુપાયેલો છે. હું જાણું છું કે આમ કરવાથી મને ઘણું નુકસાન થઈ શકે છે. મારી સલામતી જોખમમાં પડી શકે છે. મહેરબાની કરી મને મદદ કરો.

કંગના રનૌતે પાયલને કર્યો સપોર્ટ   

બીજી તરફ કંગના રનૌત પાયલના સમર્થનમાં સામે આવી છે. તેણે તેના  વેરીફાઈડ એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું કે દરેક અવાજનો અર્થ છે. હું પણ અવાજઉઠાવી રહી છું.

અનુરાગની ધરપકડ થવી જોઈએ. દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ ટ્વીટ કરીને પાયલને આ મામલે વિગતવાર ફરિયાદ આયોગને મોકલવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.