Not Set/ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4 વાગ્યા સુધીમાં 60 ટકા મતદાન, 26,813 ઉમેદવારનો ભાવીનો ફેસલો 29 ડિસેમ્બરે

ગાંધીનગરઃ મંગળવારે 8,812 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બપોરે ચાર વાગ્યા સુધીમાં 60 ટકા મતદાન યોજાયું હતું.  5 વાગે મતદાન સંપન્ન થયા બાદ મુખ્ય ચૂંટણી કમિશ્નર વરેશ સિન્હાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હોવાનું જણાવ્યુ હતું. સિન્હાએ જણાવ્યુ હતું કે, 12 જગ્યા પર મતદાન દરમિયાન મોત થવાથી મતદાન સ્થગિત રાખવામાં આવ્યા હતો જેની તારીખ […]

Uncategorized

ગાંધીનગરઃ મંગળવારે 8,812 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બપોરે ચાર વાગ્યા સુધીમાં 60 ટકા મતદાન યોજાયું હતું.  5 વાગે મતદાન સંપન્ન થયા બાદ મુખ્ય ચૂંટણી કમિશ્નર વરેશ સિન્હાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હોવાનું જણાવ્યુ હતું. સિન્હાએ જણાવ્યુ હતું કે, 12 જગ્યા પર મતદાન દરમિયાન મોત થવાથી મતદાન સ્થગિત રાખવામાં આવ્યા હતો જેની તારીખ ટુંક સમયમાં બહાર પાડવામા આવશે.

ચૂંટણી કમિશ્નરે વધુમાં જણાવ્યુ હતું કે, ગત ચૂંટણીઓ કરતા 77 ટકા થયેલા મતદાન કરતા આ વર્ષે વધુ મતદાન થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1,20,936 ઉમેદવારો મેદાને પડયા છે. સરપંચપદ માટે 26,813 ઉમેદવારોએ દાવેદારી કરી છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1,65,98,983 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 86,35,248 પુરુષો છે અને 79,63,735 મહિલા મતદારો છે.

રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે મતદાન મંથકોએ લોકોની ભીડ સવારમાં ઓછી હતી. ધીરે ધીરે મતદાન કરવા લોકની ભીડ જોવા મળી હતી. જો કે અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.