Not Set/ અબડાસા બેઠક પર રાજકીય ગતીવિધી તેજ, કોંગ્રેસે યોજી સ્થાનિક કાર્યકરો સાથે બેઠક

કચ્છની અબડાસા બેઠકની  પેટા ચૂંટણીનું મતદાન 3 નવેમ્બરે યોજાનાર હોવાથી તંત્ર સજ્જ બની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે કચ્છનાં  નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું  હતું કે અગાઉ 376 મતદાન મથકો હતા, પરંતુ હાલ કોરોના રોગચાળાને લીધે સામાજીક અંતરનું પાલન અનિવાર્ય હોવાથી મતદાન કેન્દ્રમાં  55 નો ઉમેરો કરાશે અને એક મતદાન મથક ઉપર એક હજાર મતદારો જ મતદાન કરે […]

Gujarat Others
243a2846d40a738649a005a842e23eb2 અબડાસા બેઠક પર રાજકીય ગતીવિધી તેજ, કોંગ્રેસે યોજી સ્થાનિક કાર્યકરો સાથે બેઠક

કચ્છની અબડાસા બેઠકની  પેટા ચૂંટણીનું મતદાન 3 નવેમ્બરે યોજાનાર હોવાથી તંત્ર સજ્જ બની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે કચ્છનાં  નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું  હતું કે અગાઉ 376 મતદાન મથકો હતા, પરંતુ હાલ કોરોના રોગચાળાને લીધે સામાજીક અંતરનું પાલન અનિવાર્ય હોવાથી મતદાન કેન્દ્રમાં  55 નો ઉમેરો કરાશે અને એક મતદાન મથક ઉપર એક હજાર મતદારો જ મતદાન કરે તેવી પુક્તા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વધુમાં 140 ટકા ઇ.વી.એમ. મશીન અને 150 ટકા વીવીપેટની વ્યવસ્થા પણ કરાશે, વીવીપેટ નિયત કરતા વધુ સંખ્યામાં રખાશે.

કચ્છનાં  નાયબ ચૂંટણી અધિકારી વધુમાં ઉમેર્યું હતું કે 80 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો, દિવ્યાંગ તરીકે નોંધાયેલા મતદારો અનેકોરોના ને લીધે  કવોરેન્ટાઇન હોય તેવા  લોકો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. તેમણે કહ્યું હતું કે  મતદાન મથકોએ થર્મલ ગન સ્ક્રીનિંગ, સેનિટાઇઝર, સાબુ, પાણીની વ્યવસ્થા કરાશે. પેટા ચૂંટણી માટે 500 થર્મલ ગન, 500 મીલીની 2800 સેનેટાઇઝરની બોટલ, 5,20,000 હાથના મોજા અને માસ્કની ખપત પડશે. અબડાસા બેઠક ની સ્થિતિ રજૂ કરતાંશ્રી પ્રજાપતિ કે કહ્યું હતું કે આશરે 2 લાખ 34 હજાર મતદાર માં મહિલા મતદાર 1 લાખ બાવીસ હજાર જેટલા છે.

ચૂંટણી માટે તંત્રની સજજતા વચ્ચે કચ્છ અબડાસા પેટા ચૂંટણીને લઈ જિલ્લા કલેકટરના અધક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી. કોંગેસ -ભાજપના આગેવાનો આ બેઠકમા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચૂંટણીને લગતું માર્ગદર્શન અપાયું.

અબડાસા બેઠક પર પેટા ચૂંટણીનો ધમધમાટ જોવામાં આવી રહ્યો છે. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકારણીઓ દોડતા થઈ ગયા છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ ક્ચ્છ દોડી આવ્યા છે ટીકીટ ફાળવણીને લઈને હાલમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસનાં સી.જે.ચાવડા અને જાવેદ પીરજાદા ભુજ પહોંચ્યા હતા. કોંગ્રેસ MLAએ આગેવાનો કાર્યકરો સાથે બેઠક યોજી હતી. 
સ્થાનિક વ્યક્તિને ટિકિટ ન મળવાની ચર્ચાએ જોર પકડ્યું હોવાનાં કારણે આ બેઠક યોજવામાં આવી હોવાની રાજકીય ચર્ચા સાંભળવામાં આવી રહી છે.   ગાંધીનગરના ધારાસભ્ય અને અબડાસા બેઠકના પ્રભારી સી જે ચાવડા સહિતના નેતાઓ ભુજ આવી પહોંચ્યા હતા ભુજમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને આગેવાનો,કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડવામાં આવી હતી અબડાસા વિધાનસભામાં કોંગી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ આ સીટ ખાલી છે ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા નક્કી ઉમેદવાર છે સામે કોંગ્રેસના ઉમેદવાર માટે ચર્ચાઓ જાગી છે કોંગ્રેસ રાજકીય સમીકરણ,જ્ઞાતિગત સમીકરણો જોઈ પગલાં ભરે છે બારાતું ઉમેદવારને ટીકીટ મળશે તેવી વાત વહેતી થતા હાલના ઉમેદવારોમાં પણ કચવાટ ફેલાઈ ગયો છે જોકે ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યું કે,અબડાસામા સ્થાનિક ઉમેદવારને જ મેન્ડેટ આપવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ જ આ બેઠક ફરીથી જીતશે રાજ્યની 8 બેઠક પર પંજો ફરી પ્રભુત્વ જમાવસે એવો દાવો કર્યો હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews