Not Set/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, જયારે 16ના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે

Top Stories Gujarat
Untitled 59 3 રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, જયારે 16ના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે  શુક્રવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.

આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 21,225   નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ માં 8627 નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ  ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 2124 માંનોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 2432   કેસ, રાજકોટમાં1502,  ,ગાંધીનગરમાં 612, કેસ નોંધાયા  છે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ  9,254કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 1,16,843 કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી  16દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  10,32,051સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,95,730 પહોંચી ગઇ છે.

રાજ્યમાં કોરોનાથી આજે 16 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 21225 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 8627 કેસ
વડોદરામાં 2432, સુરત શહેરમાં 2124 કેસ
રાજકોટમાં 1502, ગાંધીનગરમાં 612 કેસ
છેલ્લા 24 કલાકમાં 9,254 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,16,843
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 10,32,051
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,95,730