Not Set/ અમદવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં વિવેક નામના યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા

અમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અણમોલ ટાવર પાસે મોડી રાત્રીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ હત્યા થવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મરનાર યુવકનું નામ વિવેક હતું. પોલીસે આ સમગ્ર મામલે તવાસ હાથ ધરી છે. મૃતકની પત્ની સુનિતા રાજપૂતે નોંધાવેલી ફરિયાદ અનુસાર […]

Uncategorized

અમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અણમોલ ટાવર પાસે મોડી રાત્રીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ હત્યા થવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મરનાર યુવકનું નામ વિવેક હતું. પોલીસે આ સમગ્ર મામલે તવાસ હાથ ધરી છે.

મૃતકની પત્ની સુનિતા રાજપૂતે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના પતિએ પ્રિયંકા ઉર્ફે પીહુ નામની કોઈ યુવતી પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા. જેની ઉઘરાણી દેવદત્ત શાહ નામનો શખ્સ કરતો હતો. તે મૃતકને ફોન અને વોટ્સએપ પર ગાળો બોલતો હતો અને ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યે વાત કરવાના બહાને બોલાવ્યો હતો. આરોપીએ ‘ તે મારી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરેલ છે, હું તમને છોડીશ નહીં’ તેમ કહીં હુમલો કર્યો હતો.