Not Set/ અમદાવાદઃ નીતીન પટેલને શંકરસિહનો વળતો જવાબ, કહ્યું કોઇનું ચારિત્ર્ય હનન નથી કરતો

અમદાવાદઃ નલિયા દુષ્કર્મ મામલે કૉંગ્રેસ દ્વારા આક્રમક લડત લડવાનું મન બનાવી લીધુ છે. આ મુદ્દે કૉંગ્રેસ નલિયાથી ગાંધીનગર સુધીની  યાત્રા કાઢશે. તેમજ શુક્રવારે કૉંગ્રેસ અઘ્યક્ષ ભરતસિંહ સહિતના આગેવાનો રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. અને નલિયા દુષ્કર્મ કાંડ મામલે સિટિંગ જજની કમિટિ બનાવવાની માંગ કરશે. જો તેમ નહી કરવામાં આવે તો 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા રાજ્યપાલના અભિભાષણનો […]

Uncategorized
475956 239765 shankersinh vaghela અમદાવાદઃ નીતીન પટેલને શંકરસિહનો વળતો જવાબ, કહ્યું કોઇનું ચારિત્ર્ય હનન નથી કરતો

અમદાવાદઃ નલિયા દુષ્કર્મ મામલે કૉંગ્રેસ દ્વારા આક્રમક લડત લડવાનું મન બનાવી લીધુ છે. આ મુદ્દે કૉંગ્રેસ નલિયાથી ગાંધીનગર સુધીની  યાત્રા કાઢશે. તેમજ શુક્રવારે કૉંગ્રેસ અઘ્યક્ષ ભરતસિંહ સહિતના આગેવાનો રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. અને નલિયા દુષ્કર્મ કાંડ મામલે સિટિંગ જજની કમિટિ બનાવવાની માંગ કરશે. જો તેમ નહી કરવામાં આવે તો 20 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા રાજ્યપાલના અભિભાષણનો વિરોધ કરીને વિધાનુસભા નહી ચાલવા દેવામાં આવે.

નલિયા દુષ્કર્મ કાંડમાં બીજેપીના મોટા માથાના નામ આવતા હાલ ભાજપની સ્થિતિ કફોડી બની છે. વિજય રૂપાણી સરકાર નલિયા કાંડથી બેકફુટ પર આવી ગઇ છે. આ મુદ્દાને દબાવી દેવા માટે એડીચેટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસ આ મુદ્દાને કોઇ પણ ભોગે જતો કરવા નથી માગતો.

કૉંગ્રસ દ્વારા સતત નલિયાકાંડનો રાજ્ય વ્યાપિ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બુધવારે પીએમ મોદીના માતાને પોસ્ટકાડ લખીને 80 જેટલી મહિલાઓએ ઘરનો ઘેરાવો કર્યો હતો.

આ મુદ્દાને લઇને આમ આદમી પાર્ટી પણ હંગામો કરી ચૂકી છે. આપ દ્વારા પણ નલિયાકાંડને લઇને વિજય રૂપાણીના ઘરનો ઘરાવેો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પત્રકારોને સંબોધન કરતા વિરોધપક્ષના નેતાએ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના વળતો જવાબ આપતા કહ્યું હતું કે, હું સીડી જાહેર કરીને કોઇના ચારિત્ર્ય હનન કરવાનું કામ નથી કરતો.