Not Set/ અમદાવાદના સીજી રોડ પરથી ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું, 2 યુવતી 7 યુવાનો સાથે 9 ની અટકાયત July 20, 2017mantavya Uncategorized અમદાવાદઃ રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતા અમદાવાદન સીજી રોડ પર આવેલા મહારાજા હૂક્કાબાર પાછલા બારણે ધમધતો હતો. જેમા પોલીસે રેડ પાડીને 2 કોલેજીયન યોવતી અને 7 યુવાનોની અટકાયત કરી હતી. હુક્કાબારમાંથી રેડમાં ચાર હુક્કા ફ્લેવર અને નાસ્તો કબ્જે કરીને વેઇટર દેવાભાઇની ધરપકડ કરી હતી. જ્યારે હુક્કાબારનો માલીક હર્ષ ઉમેશભાઇ પટેલ ફરાર થઇ ગયો હતો. સીજી રોડ ઉપર આવેલા ચીનાઈબાગ પાસેની ગલીમાં મહારાજા કેફેની આડમાં હુક્કાબાર ચાલતુ હોવાની બાતમીના આધારે પીસીબીના ઈન્ચાર્જ એસીપી એમ.કે.રાણાએ સોમવારે રાતે દરોડો પાડ્યો હતો. હુક્કાબારના મેન ગેટ ઉપર તાળું મારીને પાછળના બારણેથી યુવાન-યુવતીઓને એન્ટ્રી આપવામાં આવતી હતી. પોલીસે રેડ પાડી ત્યારે ત્યાં 2 કોલેજિયન યુવતી અને 7 યુવાનો યુક્કાના દમ મારતા મળી આવ્યા હતા.