Not Set/ ‘ક્વીન ઓફ કેબરે’ આરતી દાસનું 76 વર્ષની વય હાર્ટ એટેકથી થયું નિધન

‘મિસ શેફાલી’ તરીકે પ્રખ્યાત જાણીતી ડાન્સર અને અભિનેત્રી આરતી દાસનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેઓ 76 વર્ષના હતા. આરતી દાસનું પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના સોદેપુર સ્થિત તેમના ઘરે નિધન થયું હતું. આરતી દાસને ‘ક્વીન ઓફ કેબરે’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ 60-70 ના દાયકામાં તેના ડાન્સ માટે ખૂબ પ્રખ્યાત હતી. […]

Uncategorized
Untitled 57 'ક્વીન ઓફ કેબરે' આરતી દાસનું 76 વર્ષની વય હાર્ટ એટેકથી થયું નિધન

‘મિસ શેફાલી’ તરીકે પ્રખ્યાત જાણીતી ડાન્સર અને અભિનેત્રી આરતી દાસનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેઓ 76 વર્ષના હતા. આરતી દાસનું પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના સોદેપુર સ્થિત તેમના ઘરે નિધન થયું હતું. આરતી દાસને ‘ક્વીન ઓફ કેબરે’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ 60-70 ના દાયકામાં તેના ડાન્સ માટે ખૂબ પ્રખ્યાત હતી.

कोलकाता की 'क्वीन ऑफ कैबरे' मिस शेफाली का निधन, हेलन मानती थीं अपना गुरू

આરતી દાસની ભત્રીજી એલ્વિન શેફાલીના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે છ વાગ્યે તેનું અવસાન થયું હતું. તેમને છાતીમાં દુખાવો થયો હતો અને તેઓ બેચેની અનુભવી રહ્યા હતા. ડોક્ટરોએ કહ્યું કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરતીને થોડા સમયથી કિડનીની તકલીફ હતી.

આરતીદાસ ત્રણ બહેનોમાં નાના હતા. બંગાળના ભાગલા વખતે તેમનો પરિવાર બાંગ્લાદેશથી ભારત સ્થળાંતર થયો. આરતી દાસે પરિવારનું ભરણપોષણ કરવા માટે માત્ર 12 વર્ષની ઉંમરે એક હોટલમાં કેબરે ડાન્સ કરવાનું શરૂ કર્યું. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે અભિનેત્રી કોંકણા સેન શર્માએ જાહેરાત કરી હતી કે તે ‘મિસ શેફાલી’ એટલે કે આરતી દાસના જીવન પર એક વેબ સિરીઝ બનાવશે. આરતી દાસે પોતાની આત્મકથા ‘સંધ્યા રાતેર શેફાલી’ નામથી લખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.