Not Set/ અમદાવાદમાં સબ-સલામતીના દાવા પોકળ, પાંચ વર્ષની માસૂમ પર નરાધમ બાપે દુષ્કર્મ આચર્યું

ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં તંત્ર દ્વારા કહેવાય છે કે, શહેરમાં બાળકીઓ, છોકરીઓ સુરક્ષિત અને સલામત છે, પરંતુ આ સબ-સલામતીના દાવા પોકળ સાબિત કરતી એક ઘટના સામે આવી છે. અમદાવાદના ગોતાબ્રિજ નીચે હેવાન પિતાએ પોતાની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.  ગોતાબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું […]

Ahmedabad Gujarat
818f9695202e4cbad4f965e3a279e790 અમદાવાદમાં સબ-સલામતીના દાવા પોકળ, પાંચ વર્ષની માસૂમ પર નરાધમ બાપે દુષ્કર્મ આચર્યું
818f9695202e4cbad4f965e3a279e790 અમદાવાદમાં સબ-સલામતીના દાવા પોકળ, પાંચ વર્ષની માસૂમ પર નરાધમ બાપે દુષ્કર્મ આચર્યું

ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં તંત્ર દ્વારા કહેવાય છે કે, શહેરમાં બાળકીઓ, છોકરીઓ સુરક્ષિત અને સલામત છે, પરંતુ આ સબ-સલામતીના દાવા પોકળ સાબિત કરતી એક ઘટના સામે આવી છે. અમદાવાદના ગોતાબ્રિજ નીચે હેવાન પિતાએ પોતાની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.  ગોતાબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

પોલીસ દ્વારા કરાયેલી તપાસ મુજબ, ગોતા બ્રિજ નીચે આવેલા કાચા છાપરામાં રહેતા એક પરિવારની પાંચ વર્ષની બાળકીને હવસખોર નરાધમ બાપે ગુરુવારે સાંજે ચારેક વાગ્યે બ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં લઇ જઈ માસૂમને પીંખી નાખી હતી. હેવાન બાપની આ હરકત જોઈ બાળકી ગભરાઈ ગઈ હતી અને જોરજોરથી રડવા લાગી હતી. માર્ગીય શોર મચાવતા તેને ઘરે મૂકી નરાધમ બાપ ફરાર થઈ ગયો હતો. 

બાળકી રડતી રડતી ઘરે આવી પોતાની માતાને આ અંગે જણાવ્યું હતું. માતાને જાણ થતાં તેને પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી અને હવસખોર પિતાને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.