Not Set/ રણમાં બસ શાળા લઇ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘવાયો

ટ્રેક્ટર ચાલકને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો

Gujarat
11 11 રણમાં બસ શાળા લઇ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘવાયો

ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં ” સ્કુલ ઓન વ્હીલ્સ “ની શરૂઆત થઇ રહી છે ત્યારે રણમાં બસ શાળા લઇ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. આથી એ ટ્રેક્ટર ચાલકને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો.

થોડા સમય અગાઉ શિક્ષણ વિભાગના સચિવ જ્યારે રણ શાળાની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે 16 બસો અલગ અલગ જગ્યાએ મુકવાના બદલે એક જગ્યાએ 4 બસ, અને 4 શિક્ષક હોય, 1થી 4 ધોરણ સુધીની નિશાળ હોય, બાળકોને નિશાળ સુધી આ આવવાની વ્યવસ્થા કરવામાં આવે તેવો ફેરફાર સુચવ્યો હતો. એમાય ગયા વર્ષે કોરોનાના લીધે થોડાક જ દિવસો માટે બસ રણમાં હતી.

 

12 7 રણમાં બસ શાળા લઇ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘવાયો

આ વર્ષે વચ્ચે આવેલા વરસાદના લીધે રણમાં બસ ટો કરીને લઈ જવામાં મુશ્કેલી થઈ રહી હતી. પાછલા બે વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા 16 શિક્ષકોને રણ શાળાની જવાબદારી સોંપાય છે. આ વર્ષે તેમને જવા-આવવા માટે અલગ વ્યવસ્થા હશે. રણમાં બસ-શાળામાં મધ્યાહન ભોજન સંચાલક એટલે રણમાંથી જ અગરિયા પતિ-પત્ની. પણ ગામની નિશાળમાં જ હજુ મધ્યાન ભોજન શરૂ નથી કર્યું એટલે રણમાં બાળકોને ટિફિન લઈને આવવાનું થશે. હોસ્ટેલમાં બાળકોને મુકવામાં હજુ ઓછા વાલીઓ તૈયાર થાય છે. થોડું સરકારે બદલવું પડે અને થોડું સમાજે. હાલ એક એક બસ મુકાઈ છે ત્યાં ટેબ્લેટ દ્વારા થોડી મજા પડે તેવી રીતે વિડીયો અને ગીતો દ્વારા બાળકો ભણી રહ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે કોરોનાની સ્થિતિમાં સરકાર શું નિર્ણય લેશે તેના પર નિર્ભર છે.

13 5 રણમાં બસ શાળા લઇ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘવાયો

ત્યારે ઝીંઝુવાડાના વિસનગર રણમાં ટ્રેક્ટરની પાછળ ટો કરીને બસ શાળાને રણમાં લઇ જવાઇ રહી હતી ત્યારે બસ શાળા આગળનું ટ્રેક્ટર રણમાં અચાનક પલ્ટી ખાઇ જતાં ટ્રેક્ટર ચાલકને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. હાલમાં બાકીની રહી ગયેલી બસ શાળાને રણમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.